Gujarat Agriculture News: રાજ્ય સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો (State Government Agriculture Schemes) લાભ મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ (Agriculture Department) દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને (i-khedut portal) આગામી તા. ૧૮મી જૂનથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. આ સાત દિવસ દરમિયાન ખેડૂતો પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના(water tank construction scheme) , સ્માર્ટ ફોન ખરીદી (smart phone scheme) પર સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેમ ખેતી નિયામકની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.



વધુમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતો પણ આ યોજનાઓનો લાભ સરળતાથી અને ઘર આંગણે જ મેળવી શકે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે. ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા ઘર આંગણેથી જ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.


કેવી રીતે કરશો અરજી


આઈ ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાઓની ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ. પાસે અરજી કરાવી શકશે. આ ઉપરાંત આઈ ખેડુત પોર્ટલ પરની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી માટે જે તે ગામના ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.


કયા પૂરાવાની પડશે જરૂર



  • 7/12, 8-અ નો ઉતારો

  • આધાર કાર્ડની નકલ

  • બેંક પાસબુક / રદ્દ કરેલો ચેક


i-Khedut પોર્ટલ પર કઈ કઈ માહિતી મળે છે



  • વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી

  • યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી

  • લાભાર્થીઓની યાદી

  • ડિલર પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન સામગ્રીની વિગતો

  • કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાની માહિતી

  • અદ્યતન કૃષિ અને સંલ્ગન વિષયક તાંત્રિક માહિતી

  • કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ,સીના બજાર ભાવ

  • ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ

  • ખેતીની જમીન ખાતાની વિગતો

  • હવામાનની માહિતી