Pearl Millet: ધાન્ય પાકોમાં બાજરી ગુજરાતનો બીજા નંબરનો સૌથી અગત્યનો ધાન્ય પાક છે. રાજ્યમાં બાજરાનું વાવેતર લગભગ છ થી સાત લાખ હેક્ટર ખરીફ ઋતુમાં અને દોઢ થી બે લાખ હેક્ટર ઉનાળું ઋતુમાં વાવેતર કરવામાં આવે છે. બાજરી બીજા ધાન્ય પાકોની સરખામણીમાં સૌથી વધારે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી શકે છે. તેથી જ રાજ્યના સુકા, અર્ધ સુકા વિસ્તારોમાં અન્ય પાકોની સરખામણીમાં સારું ઉત્પાદન આપે છે.


અમરેલીના બાબરકોટના બાજરાની શું છે ખાસિયત


દેશમાં બાજરીના વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત રાજસ્થાન, મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમે છે. અમરેલીના જાફરબાદના બાબરકોટ ગામનો બાજરો પ્રખ્યાત છે. કેન્દ્રના કૃષિ મંત્રાલયે બાબરકોટના બાજરાની લેબોરેટરી તપાસ કરાવી હતી. બાબરકોટના બાજરો દેશના તમામ બાજરા કરતાં પ્રોટીન વધું છે. હાઈડ્રોકાર્બન સૌથી વધું તત્વો તેમાં છે. આ બાજરાની જાત એટલી મીઠી છે કે લોકો રોટલા ખાતા ધરાતાં નથી.


બાજરાની નિકાસમાં ભારત વિશ્વમાં પાંચમા ક્રમે


પૌષ્ટિક આહાર તરીકે બાજરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. વર્ષ 2020-21માં 26.97 મિલિયનની નિકાસ કરી હતી. બાજરીની નિકાસમાં ભારત વિશ્વમાં 5મા ક્રમે છે.


કેવી જમીન અને વાતાવરણ જોઈએ


બાજરી હલકી જમીનમાં લેવાતો પાક છે. તેને રેતાળ, ગોરાડુ, મધ્યકાળી કે સારા નિતારવાળી ગોરાડુ જમીન વધારે માફક આવે છે. બીજા ધાન્ય પાકોની સરખામણીમાં બાજરાનો પાક ખૂબ જ વિવિધતા ધરાવતા વાતાવરણમાં લઈ શકાય છે. રાજ્યમાં બાજરાનું વાવેતર ખરીફ, ઉનાળુ અને પૂર્વ શિયાળુ એમ ત્રણેય ઋતુમાં થાય છે. ખરીફ ઋતુમાં તેની વૃદ્ધિ દરમિયાન મધ્યમ તાપમાનની જરૂરિયાત રહે છે.






આ પણ વાંચોઃ


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1096 કેસ, 81 સંક્રમિતોના મોત