Kisan Credit Card:  કિસાન ક્રેડિટ કાર્ડ એ સરકાર દ્વારા આપવામાં આવતી એક એવી સુવિધા છે, જેની મદદથી ખેડૂત ઓછા વ્યાજ દરે લોન લઈ શકે છે. તે ખેડૂતોને પૂરતી લોન આપે છે. ખેતીના ખર્ચનું સંચાલન કરવા ઉપરાંત, તે કટોકટીમાં પણ ઉપયોગી થઈ શકે છે. આ કાર્ડ બેંકો દ્વારા જારી કરી શકાય છે.


જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમે તેના માટે કોઈપણ બેંકમાં અરજી કરી શકો છો (KCC ઓનલાઈન અરજી કરો). અહીં તમને કિસાન ક્રેડિટ કાર્ડથી સંબંધિત લાભો અને કેવી રીતે અરજી કરવી, જરૂર દસ્તાવેજો વગેરે વિશે માહિતી આપવામાં આવી રહી છે. ચાલો કિસાન ક્રેડિટ કાર્ડ વિશે સંપૂર્ણ વિગતો જાણીએ.


કિસાન ક્રેડિટ કાર્ડ માટે પાત્રતા


કોઈપણ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે. તેની પાસે ખેતરના દસ્તાવેજો હોવા જોઈએ. આ ઉપરાંત ભાડૂઆત ખેડૂતો, મૌખિક જમીન ભાડે લેનારા ધરતીપુત્રો પણ અરજી કરી શકે છે. આ લોકો સિવાય કિસાન ક્રેડિટ કાર્ડ અન્ય કોઈ વ્યક્તિ માટે બનાવવામાં આવતું નથી, એટલે કે ખેતી કરતાં લોકો જ અરજી કરી શકે છે.


કયા દસ્તાવેજોની પડશે જરૂર



  • કિસાન ક્રેડિટ કાર્ડ માટે બેંકનું અરજી પત્ર

  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા

  • ID પ્રૂફ ડ્રાઇવિંગ લાયસન્સ/આધાર કાર્ડ/મતદાર આઈડી કાર્ડ/પાસપોર્ટ

  •  રહેણાંકનો પુરાવો જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ વગેરે

  • મહેસૂલ સત્તાધિકારી દ્વારા જમીનની ચકાસણી કરેલ હોલ્ડિંગ પ્રમાણપત્ર

  • વાવણી કરેલા પાકની માહિતીની જાણકારી

  • ત્રણ લાખથી વધુની લોન માટે સિક્યોરિટી ડોક્યુમેંટસ વગેરે હોવા  જરૂરી છે.


કેવી રીતે કરી શકો છો અરજી


જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો, તો એસબીઆઈની વેબસાઇટ અનુસાર, પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે અને બેંક આ કાર્ડ પર ખેડૂતોને તેના નિશ્ચિત વ્યાજ દરે લોન આપશે. 50,000 રૂપિયા સુધીની KCC લોન માટે કોઈ પ્રોસેસિંગ ચાર્જ નથી. કિસાન ક્રેડિટ કાર્ડ પર 3 થી 4 ટકાના દરે લોન આપવામાં આવે છે. તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે બેંક શાખામાં જઈને અથવા ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકો છો.