Mango Farming: ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે કેરીના પાકને ભારે નુકશાન થયું છે.પવન સાથે વરસાદ વરસતા આંબા પરથી મોરવા તૂટી પડ્યા છે.આંબા પર ખીલેલા ફૂલ અને ખાખડી તૂટી પડતા મબલખ પાક ની આશા ઠગારી નીવડી છે. જેના કારણે કેરી મોંઘી થવાના અણસાર છે. આ પ્રકાર ની સ્થિતિ સર્જાતા ખેડૂતોએ સરકાર સર્વે કરી યોગ્ય વળતર આપે તેવી માંગ કરી છે.


પ્લાનિંગથી કરશો કેરીની ખેતી તો ઉત્પાદનમાં થશે વધારો, આ બાબત પર ખેડૂતો આપે ખાસ ધ્યાન


ગ્લોબલ વોર્મિંગના કારણે ખેતીપાક પર મોટી અસર થઈ છે. થોડા સમય પહેલા  અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં ભર શિયાળે કેસર કેરીની આવક થઈ હતી. શિયાળામાં કેસર કેરી વેચાવા આવતા લોકો પણ જોવા ઉમટી પડ્યા હતા. કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સલાહ આપી રહ્યા છે કે જો ખેડૂતો કેરીના પાકનું ઉત્પાદન વધારવા માંગતા હોય તો હવામાન પરિવર્તનના આ યુગમાં કેરીની ખેતી કરતા પહેલા  અમુક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો ખેડૂતો કેરીના વાવેતરના સમયથી જ યોગ્ય આયોજન કરે તો ભવિષ્યમાં થતા નુકસાનને ટાળી શકાય છે.


શું ધ્યાનમાં રાખશો


બદલાતી ઋતુ પ્રમાણે બગીચામાં છંટકાવ અને સિંચાઈ કરી ખાતર આપવું જરૂરી છે. સમયાંતરે બાગાયતશાસ્ત્રીઓનો અભિપ્રાય લેવો જોઈએ. જેથી બગીચામાં થતા નુકસાનકારક ફેરફારોને અટકાવી શકાય. આંબા માટે હંમેશા સુધારેલી જાતો પસંદ કરો.




કેરીની ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ બાબત જમીન, આબોહવા અને વિવિધતા છે. વરસાદી પાણીનો નિકાલ થઈ શકે અને સારી ગુણવત્તાવાળી જમીન હોવી જરૂરી છે. કેસર, હાપુસ, લંગડો, બદામ, વનરાજ તેની ખેતી માટેની સુધારેલી જાતો છે. 


કેવી જમીન છે કેરીના પાક માટે ઉત્તમ


કેરીની ખેતી માટે સૌથી યોગ્ય જમીન કાળી અને રેતાળ છે. જોકે હાલ તે અન્ય પ્રકારની જમીનમાં પણ ઉગાડવામાં આવે છે. વધુ વરસાદ પડે તો પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરવી જોઈએ. રોગના કિસ્સામાં સ્પ્રે કરો. હવે ડ્રોન આવવાથી કેરીના પાક પર છંટકાવ કરવો ખૂબ જ સરળ બની ગયો છે. કેરીના પાકનો મોર આવવાના સમયે વરસાદ પડે ત્યારે નુકસાન થવાની સંભાવના વધુ રહે છે. વરસાદની સિઝન શરૂ થાય તે પહેલાં કેરીનું વાવેતર કરો. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા નિર્દિષ્ટ કરેલ અંતરે તેનું વાવેતર કરો. કોઈપણ રોગ દેખાય તો તરત બાગાયતશાસ્ત્રીની મદદથી ઉકેલ લાવો.




ઉગાડો કેરીની આ નવી જાત, વર્ષમાં એક બે નહીં ત્રણ-ત્રણ વાર ફળ


ફળોનો રાજા કહેવાતી કેરીની ખેતી એક જ વાર ફળ આપે છે પરંતુ દેશ અને દુનિયામાં કેરીની માંગ આખું વર્ષ રહે છે. તેથી તેને કોલ્ડ સ્ટોરેજમાં પણ રાખવામાં આવે છે. ખેડૂતો કેરીની ખેતીથી વર્ષમાં માત્ર એક જ વાર કમાણી કરતા હતા, પરંતુ હવે રાજસ્થાનના કોટાના ખેડૂતે કેરીની એવી વિવિધતા તૈયાર કરી છે, જે ઑફ-સિઝનમાં પણ બમ્પર ફળોનું ઉત્પાદન આપશે. આ કેરીની સદાબહાર વિવિધતા છે, જેને કોટાના ખેડૂત વૈજ્ઞાનિક શ્રીકૃષ્ણ સુમન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ જાતના વૃક્ષોમાંથી વર્ષમાં 3 વખત ફળ ઉત્પાદન લઈ શકાય છે, એટલે કે હવેથી ખેડૂતો કેરીના બગીચામાંથી 3 ગણી કમાણી કરી શકશે.