Almond Tree : દુનિયા આખીમાં ડ્રાયફ્રૂટ્સની હંમેશા માંગ હંમેશા રહે છે. પરંતુ ખાસ કરીને ભારતમાં તેની માંગ ખાસ કરીને વધુ છે. અહીં ડ્રાયફ્રૂટ્સમાંથી મીઠાઈઓ પણ બનાવવામાં આવે છે અને લગ્નમાં પણ તેનો ઉપયોગ થાય છે. જો કે, આજે અમે બદામ વિશે વાત કરી રહ્યા છીએ, જેની માંગ સૂકા મેવામાં એટલે કે ડ્રાય ફ્રૂટ્સમાં સૌથી વધુ છે. એવું માનવામાં આવે છે કે, બદામ ખાવાથી મગજ તેજ થાય છે, તેથી બાળકોને પણ શરૂઆતથી જ બદામ ખવડાવવામાં આવે છે. પરંતુ બદામ એટલી મોંઘી છે કે, સૌકોઈ તેને ખાઈ શકતા નથી. ખાસ કરીને તે ખેડૂત વર્ગથી તો આજે પણ તે દૂર છે. તેથી જ આજે અમે તમને જણાવીશું કે તમે તમારા ઘરમાં બદામનું ઝાડ કેવી રીતે લગાવી શકો છો અને બદામની જરૂરીયાત પુરી કરી શકો છો. 


ઘરે બદામનું ઝાડ કેવી રીતે રોપવું?


જો તમે કોઈ ગામડામાં રહેવા હોવ અને તમારા ઘરની બહાર અથવા તમારા બગીચામાં બદામનું ઝાડ વાવવા માંગો છો તો તમે તેને એકદમ સરળતાથી લગાવી શકો છો. બસ આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. બદામના ઝાડને રોપવા માટે સૌથી પહેલા તાપમાનનું ધ્યાન રાખવું પડે છે. જો તમે ઈચ્છો છો કે તમારા બદામનું ઝાડ ઝડપથી વધે, તો તેની આસપાસનું તાપમાન 30 થી 35 ડિગ્રી સેલ્સિયસ રાખવાનો પ્રયાસ કરો. આ સાથે જ્યારે તમે તેનો છોડ લગાવો ત્યારે ધ્યાન રાખો કે, જ્યાં તમે તેને રોપતા હોવ ત્યાં ઓછામાં ઓછી ત્રણથી ચાર વાર જમીનને સારી રીતે ખેડવી. છોડ રોપ્યા બાદ તેમાં વધુ પાણી ન નાખો. તેમાં ઓછું પાણી નાખવાનો પ્રયાસ કરો. ખાસ ધ્યાન રાખો કે, શરૂઆતના થોડા મહિનાઓ સુધી દિવસભર સીધો સૂર્યપ્રકાશ છોડ પર ન પડવો જોઈએ. જો આવું થાય તો છોડ સુકાઈ જશે.


ભારતમાં હાલમાં બદામની ખેતી ક્યાં થાય છે?


જો આ રીતે જોવામાં આવે તો બદામની ખેતી ઠંડા પ્રદેશોમાં થાય છે. તે ભારતમાં મુખ્યત્વે કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને તિબેટની આસપાસ ઉગાડવામાં આવે છે. જો કે તેની વધતી માંગને જોતા હવે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોએ પણ પોતાની જગ્યાએ તેના વૃક્ષો વાવવાનું શરૂ કરી દીધું છે.


એકવાર વૃક્ષ વાવીને 50 વર્ષ સુધી નફો જ નફો?


બદામના ઝાડની સૌથી સારી વાત એ છે કે, તેના વૃક્ષને વાવીને તમે 50 વર્ષ સુધી નફો કમાઈ શકો છો. એટલે કે, આ વૃક્ષો લગભગ 50 વર્ષ સુધી ફળ આપે છે. અત્યારે બજારમાં તમને મમરા, કેલિફોર્નિયા અને અમેરિકન જાતોની બદામ મળશે. ઉત્પાદનની દ્રષ્ટિએ કેલિફોર્નિયાની બદામ શ્રેષ્ઠ છે. તેમાંથી એક ઝાડમાંથી તમને કેટલાય કિલો બદામ મળશે.


https://t.me/abpasmitaofficial