Valsadi Alphonso Mango: ગુજરાતમાં કેસર કેરીની સાથે વલસાડની આફૂસ કેરી પણ વખણાય છે. ગત વર્ષે વલસાડી આફૂસના એક મણનો ભાવ 1000 થી 1200 રૂપિયા બોલાયો હતો પરંતુ આ વર્ષે માત્ર 35 ટકા પાક ઉતરવાની સંભાવના હોવાથી ભાવ ઉંચો રહેશે. આ વખતે વલસાડી આફૂસનો ભાવ 1500 થી 2000 રૂપિયા રહી શકે છે.


આ વર્ષે માત્ર 30 થી 35 ટકા જ પાક આવ્યો છે. ઓછા પાકના કારણે હાફુસ અને કેસર સહિતની કેરીનો ભાવ વધુ રહેશે. વેપારી અને ખેડૂતોના મતે થોડા જ દિવસમાં સારી કેરીનું એપીએમસીમાં આગમન થશે. શરૂઆતના તબક્કે હાફુસનો ભાવ એક મણનો 1500 થી 2000 રૂપિયા સુધી રહેશે. સમગ્ર ગુજરાતમાં વલસાડી હાફુસ કેરી પ્રખ્યાત છે. મે મહિનાની શરૂઆતથી વલસાડી હાફુસનું બજારમાં આગમન થશે. પરંતુ આ વખતે પાક ઓછો આવ્યો હોવાથી તેની સીધી અસર ભાવ પર થશે.


કેરીનો પાક ઓછા થવાના કારણો



  • ફેબ્રુઆરીમાં ધુમ્મસના કારણે ફ્લાવરિંગ કાળા પડી ખરી ગયા

  • વલસાડ જિલ્લામાં હવામાન સતત બદલાતું રહેતા કેરીના પાકને અસર

  • ગયા વર્ષે ચોમાસા બાદ થયેલા કમોસમી વરસાદથી પણ પાકને અસર

  • કૃષિ વૈજ્ઞાનિકોનું દરેક ખેડૂતોને સારા પાક માટે માર્ગદર્શન નથી પહોંચતું


ગુજરાતનો ખેડૂત બિયારણ, ખાતર સહિત ખેતીને લગતા મૂંઝવતા પ્રશ્નોનું તાત્કાલિક મેળવી શકશે સમાધાન, આ નંબર કરો ડાયલ


ગુજરાતના ખેડૂતોની આવક વધે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રકારની યોજના ચલાવે છે. જોકે ઘણા ખેડૂતો સરકારની આ યોજનાનો લાભ લેતા નથી. સીઝન દરમિયાન ખેડૂતોને બિયારણ, વિવિધ પાક, જમીન, ગુણવત્તા, કૃષિ પદ્ધતિ, ખાતર અને ખરીદી જેવા અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે.


ખેતીને લગતાં ખેડૂતને મૂંઝવતા કોઈપણ પ્રશ્નોના જવાબ માટે રાજ્ય સરકારે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. જે અંતર્ગત ખેડૂતો રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોને ફોન કરીને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે. આ માટે ખેડૂતો નીચે દર્શાવેલા ફોન પર કોલ કરીને જરૂરી માહિતી મેળવી શકે છે.



  • આણંદ કૃષિ યુનિવર્સિટીઃ 02692-263457

  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીઃ 0285-2672653

  • નવસારી કૃષિ યુનિવર્સિટીઃ 02637-282572

  • સરદારનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઃ 02748-278482