Gandhinagar: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું  નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, હાલમાં થયેલા કમોસમી વરસાદ અંગે સર્વે કરવાના આદેશ આપ્યો છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માવઠાના કારણે થયેલા નુકશાન અંગે સર્વે કરાવવાના આદેશ આપ્યા છે.


ડુંગળી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર, જાણો ગુજરાત સરકારે કેટલા કરોડની સહાયની કરી જાહેરાત?


લાલ ડુંગળી પકવતા ખેડૂતોને સરકારે પ્રતિ કિલો બે રૂપિયાની ભાવફેરની સહાયની જાહેરાત કરી હતી. મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે લાલ ડુંગળી પર કિલોએ બે રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. લાલ ડુંગળી માટે 70 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અંદાજે પાંચ લાખ મેટ્રિક ટન લાલ ડુંગળી માટે 70 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.


અન્ય રાજ્યમાં ડુંગળી મોકલનાર ખેડૂતને પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયાની સહાય આપવામાં આવશે. રેલવે મારફતે અન્ય રાજ્યમાં ડુંગળી મોકલવા પર પ્રતિ મેટ્રિક ટન 1150 રૂપિયાની સહાય અપાશે. તે સિવાય દેશ બહાર ડુંગળી નિકાસ કરવા પર ટ્રાન્સપોર્ટ ખર્ચમાં 25 ટકાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.


અંદાજે બે લાખ મેટ્રિક ટન લાલ ડુંગળી અન્ય રાજ્યમાં મોકલવા પર 20 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઇ છે. લાલ ડુંગળી માટે ટ્રાન્સપોર્ટ ચાર્જ સહાય તેમજ પ્રતિ કિલો વેચાણ પર પણ સહાયની જાહેરાત કરાઇ છે.









રાજ્યમા 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ



રાજ્યમા 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ નોધાયો છે. સૌથી વધુ રાજકોટના કોટડાસાંગાણીમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત રાજ્યના અનેક તાલુકામાં 1 થી લઇને 9મિમી સુધી કમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટના કોટડા સાંગાણી 27 મિમી, અમરેલીના બગસરામાં 23મિમી, રાજકોટના લોધીકામાં 19મિમી, દાહોદના ઝાલોદમાં 17 મિમી, સુરેન્દ્રનગરના સાયલામાં 13મિમી, રાજકોટમાં 12 મિમી, નર્મદા ડેડિયાપાડામાં 12મિમી, ડાંગના સુબીરમાં 12મિમી, બનાસકાંઠાના ભાભરમાં 12મિમી, રાજકોટના ગોંડલમાં 10મિમી, ગાંધીનગરના માણસામાં 10મિમી અને અમદાવાદના માંડલમાં 10મિમી વરસાદ નોંધાયો છે.