Flower Price Hike on Diwali: દિવાળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. આ દિવસોમાં લોકો તેમના ઘરમાં પૂજા કરતા હોય છે અને તોરણ બાંધતા હોય છે. જેના કારણે આ દિવસોમાં ફૂલોની માંગ વધી જાય છે. હાલ બજારમાં ફૂલોના ભાવ આસમાને પહોંચી ગયા છે. ફૂલોની આવક ઓછી અને જાવક વધુ હોવાના કારણે ભાવમાં વધારો થયો છે. ભાઈ-બીજ સુધી ભાવમાં વધારો રહેશે.


ફૂલોના ભાવમાં કેમ થયો વધારો


દિવાળીના તહેવારોમાં ફૂલોના ભાવ સતત વધી રહ્યા છે. જોકે આ વખતે ફૂલોની માંગ સૌથી વધુ હોવાના કારણે તેના ભાવ પર પણ અસર પડી રહી છે. જોકે આ વર્ષે વરસાદ વધુ હોવાના કારણે બેંગલોર અને મુંબઈથી આવતા ફૂલો મોંઘા થયા છે. ઉપરાંત ગુલાબની સુગંધ સૌથી મોંઘી થઈ છે, જેમાં સો ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તહેવારોમાં લોકો પૂજામાં રંગોળીમાં તેમજ તોરણમાં ઉપયોગ કરતા હોય છે.


કયા ફૂલનો કેટલો છે ભાવ



  • ગુલાબનો કિલોનો ભાવ 100  રૂપિયા હતો જે વધીને 250થી 300 રૂપિયો થયો છે.

  • સેવંતીનો કિલોનો ભાવ 100 રૂપિયાથી વધીને હાલ 200 રૂપિયા પહોંચ્યો છે.

  • ગલગોટાનો ભાવ 10 રૂપિયાથી અત્યારે 50 થી 60 રૂપિયા પહોંચ્યો છે.

  • લીલીનો ભાવ 5 રૂપિયાથી હાલ 20 થી 25 રૂપિયા પહોંચ્યો છે.

  • ડમરાનો ભાવ 20 રૂપિયાથી હાલ 50થી 60 રૂપિયા પહોંચ્યો છે.

  • હજારી ગલનો ભાવ 10 રૂપિયાથી 60 રૂપિયા પહોંચી ગયો છે.




અસલી નકલી સોનાનો ભેદ ઓળખો


ભારતમાં પ્રાચીન સમયથી લોકો સોનામાં રોકાણને શ્રેષ્ઠ માને છે. લોકો હંમેશા તેમની જરૂરિયાત મુજબ સોનું ખરીદતા રહે છે. સ્ત્રીઓ સામાન્ય રીતે ઘરેણાં ખરીદવાનું સૌથી વધુ પસંદ કરે છે. આજકાલ માર્કેટમાં એવી આર્ટિફિશિયલ જ્વેલરી આવી ગઈ છે કે ઘણી વખત સોનું અસલી છે નકલી તેની ખબર નથી પડતી. ઘણી વખત લોકો બજારમાં જાય છે અને કોઈપણ નાની જ્વેલરીની દુકાનમાં સોનું ખરીદે છે. બાદમાં, જો તે નકલી હોવાનું બહાર આવે તો તેઓને મોટું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અસલી અને નકલી સોના વચ્ચેનો તફાવત સારી રીતે ઓળખો. આ તમને પાછળથી બનાવટી અથવા છેતરપિંડીનો શિકાર થવાથી બચાવશે.