Talala Gir Kesar Mango: ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં કેસરની સિઝન સમયે જ ખેડૂતો આંબા વાડિયા ઉજ્જડ બનાવી રહ્યા છે. દાયકાઓ જુના બાપ દાદા વખતના આંબાના ઝાડ પર કટર મશીન ચાલી રહ્યા છે.


ગીર સોમનાથનો તાલાલા ગીર વિસ્તાર જે કેસર કેરીના ગઢ તરીકે ઓળખાઈ છે અને અહીંની કેસર કેરી દેશ અને દુનિયામાં ખ્યાતનામ છે. પરંતુ અહીં ના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જેના પરથી લાગી રહ્યું છે કે ક્યાંક ભવિષ્યમાં તાલાલાની કેસર માત્ર કાગળ પર રહી જશે, 


તાલાલા ગીર ના ગ્રામ્ય વિસ્તારો મા હાલ આંબા વાડિયા ખેડૂતો ઉજ્જડ બનાવી રહ્યા છે. અહીં ખેડૂતો પોતાના 20 થી 40 વીઘા જમીનમાં દાયકાઓ જુના આંબાના ઝાડ પર કટ્ટર મશીન ફેરવી તેને તહસ નહસ કરી રહ્યા છે.


તાલાલા તાલુકાના વાડલા ગામના ખેડૂત ભીખાભાઈ પાસે 20 વિઘાનો બગીચો 1987 થી છે. દાયકાઓ પહેલા ઉછરેલા આ આંબા પર હવે આ ખેડૂત જ કટર મશીન ચલાવવા મજબુર બન્યા છે. ખેડૂતનું કહેવું છે કે ઉત્પાદન જ થતું નથી. 5 વર્ષથી નુકશાન થાય છે. બીજા પાકોની આવક આ બગીચાની સાચવણમાં જતી રહે છે.  હવે આ હટાવી નાખવા અને અન્ય પાકો કરવા છે.


જો કે આ સમગ્ર મામલે તાલાલા બાગાયત અધિકારીનું કહેવું છે કે, ગીર સોમનાથ જિલ્લામાં 15 હજાર હેકટરથી વધુ આંબાનું વાવેતર છે. જો કે આંબા વાડિયા ઉજ્જડ બનાવવાની વાત છે મારા ધ્યાને નથી અમે એની તપાસ કરીશું અને એ જાણી શુ કે ખેડૂતો આવું શુ કામ કરે છે. અમે ખેડૂતોને સમજાવીશું કે આંબાનું નવીનીકરણ કરી ફરી આવક મેળવી શકાય.


તાલાલા અને ગીર પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગની અસર અને કલટારના છંટકાવ સહિત અનેક સમસ્યાઓને લઈને કેસર પકવતા ખેડૂતોને ભારે ફટકો પડયો છે જેના કારણે હવે ખેડૂતો આંબાની ખેતી કરવાનું ટાળી રહ્યા છે.


રાજ્યમાં કમોસમી વરસાદ બાદ કેરીની આવકમાં થયો વધારો


રાજ્યમાં કમોસમી વરસાદ બાદ કેરીની આવકમાં વધારો થયો છે. ખરાબ હવામાનથી કેસર કેરી 15 દિવસ મોડી આવી છે. સૌરાષ્ટ્રની કેસર કેરીની આવકમાં વધારો થયો છે. હાલમાં રત્નાગીરી હાફૂસ, કેરળની હાફૂસ, પાયરી, સુંદરી અને બદામ કેરીની આવકમાં વધારો થયો છે. આવકના વધારા સાથે કેરીના ભાવમાં 15થી 20%નો ઘટાડો થયો છે.


કેટલો છે ભાવ



  • રત્નાગીરી હાફૂસનો બે ડઝનનો ભાવ 1000થી 1200 રૂપિયા છે

  • કેસર કેરીનો 10 કિલોનો બજારમાં 800થી 1000 રૂપિયા ભાવ ચાલે છે

  • બદામ કેરી બજારમાં 10 કિલોના 800 થી 1000 રૂપિયા ભાવ ચાલે છે

  • કેસર કેરીમાં પ્રીમિયમ ક્વોલિટી કેરી 600થી 800 રૂપિયા 5 કિલો વેચાઈ રહી છે


કેરીને કંઈ એમ જ નથી કહેવાતી ફળોનો રાજા, ભારતની આ જાતની દુનિયાભરમાં છે ભારે ડિમાંડ


ભારતની ધરતી ખરેખર સોનું ઉગાડે છે. અહીં ઉગાડવામાં આવતાં ફળો, શાકભાજી અને અનાજનો સ્વાદ જ અલગ છે. કેરીની ખેતી પણ મોટા પાયે થાય છે. ભારતમાં કેરીના કરોડો ચાહકો છે, પરંતુ વિદેશોમાં પણ દેશી કેરીની ખૂબ માંગ છે. કેરીની કેટલીક જાતો ભારત સાથે સીધો સંબંધ ધરાવે છે. કોઈ ચોક્કસ રાજ્ય કે પ્રદેશની માટી અને આબોહવામાંથી મેળવેલ ગુણોને કારણે સરકારે આ કેરીની જાતોને જીઆઈ ટેગ પણ આપ્યો છે. આજે અમે તમને ભારતીય કેરીની ટોચની 10 જાતો અને તેના ગુણો વિશે માહિતી આપીશું.