Agriculture News:  દેશમાં હાલ રવી પાકની કાપણી અંતિમ તબક્કામાં છે અને ઘણી જગ્યાએ પૂરી થઈ ચુકી છે. હવે આગામી સિઝન ખરીફ પાકની છે. જે જૂન અને જુલાઈમાં વાવવામાં આવશે. આ દરમિયાન વચ્ચેના સમયમાં ખેડૂતો કેટલાક પાક લઈને સારી કમાણી કરી શકે છે.  એપ્રિલ મહિનામાં વાવવામાં આવતા એવા ઘણા પાક છે જેનો વિકાસ ઓછા સમયમાં થાય છે. આ પાકનું વાવેતર કરીને ઓછા ખર્ચે સારો નફો કમાઈ શકે છે.



  • મગઃ ખેડૂતો મગની ખેતી કરવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પાકને તૈયાર થવામાં ઓછો સમય લાગે છે. 60 થી 70 દિવસમાં તૈયાર થતાં આ પાકમાં ખેડૂતો સારો નફો કમાઈ શકે છે.

  • મગફળીઃ ખેડૂતો એપ્રિલ મહિનામાં ઉનાળુ મગફળીનું વાવેતર કરી શકે છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાના કારણે બજારમાં તેની માંગ સારી રહે છે.

  • મકાઈઃ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં મકાઈની ખેતી મોટા પાયે થાય છે. પંજાબ આ ખેતી માટે જાણીતું છે. નિષ્ણાતો અનુસાર એપ્રિલ મહિનામાં મકાઈની ખેતી કરીને સારો નફો કમાઈ શકાય છે.

  • બેબી કોર્નઃ આજના સમયમાં બેબી કોર્નની ખેતી ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. યુવાઓથી લઈ વડીલો તેને ખાઈ શકે છે. બજારમાં તેની માંગ સારી રહે છે. ખેડૂતો આ પાકની ખેતીને માત્ર 60 દિવસમાં નફો કમાઈ શકે છે.


ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના વિસ્તાર, રાજ્યનું હવામાન જોઈને ખેતી પાકની પસંદગી કરે. ખેડૂત જો આ તમામ પાકની યોગ્ય રીતે ખેતી કરે તો આગામી 60 દિવસમાં તેઓ મલબખ નફો કમાઈ શકે છે.


આ પણ વાંચોઃ


PM Kisan Scheme: પીએમ કિસાન યોજનાનો હપ્તો ટૂંક સમયમાં, ઈ-કેવાયસીને લઈ ખેડૂતો જાણી લે આ જરૂરી અપડેટ !


CBSE Term 2 Exam:  CBSE Term 2 ની પરીક્ષા MCQ આધારિત લેવા વિદ્યાર્થીઓની માંગ, ટ્વિટરનો લઈ રહ્યા છે સહારો


Aadhaar Card: આધાર કાર્ડ ખોવાઈ ગયું છે તો ન થાવ પરેશાન, માત્ર 50 રૂપિયામાં મંગાવી શકો છે બીજું PVC કાર્ડ, આ રહી પ્રોસેસ


IPL 2022: સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે Cancel IPL, જાણો કેવા મીમ્સ થયા ફરતાં


CISCE Admit Cards: ICSE, ISC પરીક્ષાના એડમિટ કાર્ડ ટૂંક સમયમાં થશે જાહેર, આ રીતે કરી શકશો ડાઉનલોડ