Vertical Farming : જ્યારથી આપણે ખેતી જોઈ છે તે હંમેશા જમીન પર જ થતી આવી છે. હા, કેટલાક લોકો પોટ્સની મદદથી તેમની બાલ્કની અને ટેરેસ પર શાકભાજીની ખેતી કરે છે. જો કે, તે પણ માત્ર સપાટ જમીન પર. પરંતુ જો આપણે કહીએ કે વિશ્વમાં ઘણી જગ્યાએ લોકો દિવાલો પર ખેતી કરે છે, તો શું તમે વિશ્વાસ કરશો? સૌથી મોટી વાત એ છે કે, આ લોકો દિવાલો પર તમામ પ્રકારના પાક ઉગાડી રહ્યા છે. જેમાં શાકભાજીથી લઈને ઘઉં અને ડાંગર સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. આવો તમને જણાવીએ કે આવું કેમ અને કેવી રીતે થાય છે.


દિવાલો પર ક્યાં થાય છે ખેતી?


ઈઝરાયેલે દિવાલો પર ખેતી કરવાનું શરૂ કર્યું છે. વિશ્વના એકમાત્ર યહૂદી દેશ ઇઝરાયેલ વિશે દરેક વ્યક્તિ જાણે છે કે, તે ટેક્નોલોજીમાં સૌથી આગળ છે. ત્યાં વસ્તુઓ એવી રીતે બનાવવામાં આવે છે કે દાયકાઓ પછી તે મનુષ્યની જરૂરિયાત બની જાય છે. વાસ્તવમાં તેણે જમીનના અભાવે દિવાલો પર ખેતી કરવાનું શરૂ કર્યું. જે રીતે વિશ્વની વસ્તી વધી રહી છે તે જોતા એવું લાગે છે કે, આવનારા સમયમાં માનવી માટે પૃથ્વીની જમીન એટલી ઓછી થઈ જશે કે ખેતી માટે જગ્યા બચશે નહીં.


આ પ્રકારની ખેતીને શું કહેવાય? 


વિજ્ઞાનની ભાષામાં આ પ્રકારની ખેતીને વર્ટિકલ ફાર્મિંગ કહેવામાં આવે છે. ઇઝરાયેલમાં તે ગ્રીનવોલ નામની કંપની દ્વારા મોટા પાયે કરવામાં આવે છે. આ કંપનીનું કહેવું છે કે, તેના પ્રોજેક્ટમાં દુનિયાભરની મોટી મોટી કંપનીઓ જોડાઈ રહી છે. ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ પણ હવે આ ધંધામાં લાગી ગઈ છે.


હવે જાણો કેવી રીતે થાય છે દિવાલો પર ખેતી?


વર્ટિકલ ફાર્મિંગ કરવા માટે છોડને પહેલા નાના એકમોમાં રોપવામાં આવે છે. ત્યાર બાદ તેને દિવાલો પર ઊભી રીતે સેટ કરવામાં આવે છે. ક્યારેક આ ખેતી પહેલેથી જ બનાવેલી દિવાલો પર કરવામાં આવે છે, તો ક્યારેક તેના માટે અલગ દિવાલો બનાવવામાં આવે છે. આ બનેલી દિવાલો જમીન પર એવી રીતે ગોઠવવામાં આવી છે કે, તે બગડે નહીં. તેમની સિંચાઈનું વ્યવસ્થાપન પણ અલગ રીતે થાય છે, આ માટે પાઈપલાઈનનો સહારો લેવામાં આવે છે. હાલમાં ઈઝરાયેલની સાથે ચીન, યુરોપ અને અમેરિકામાં પણ વર્ટિકલ ફાર્મિંગની મદદથી ખેતી કરવામાં આવી રહી છે.


https://t.me/abpasmitaofficial