Yubari melon : તમે તમારા જીવનના સૌથી મોંઘા ફળ કેટલા પૈસામાં ખાધા હશે? કદાચ 500 રૂપિયા પ્રતિ કિલો અથવા વધુ કરો તો હજાર કે બે હજાર રૂપિયા પ્રતિ કિલો. પરંતુ શું તમે જાણો છો કે એક એવું ફળ છે જેની કિંમત લાખોમાં છે. હા, અમે કોઈ હીરા કે સોના-ચાંદીની વસ્તુની વાત નથી કરી રહ્યા. અમે એક ફળ વિશે વાત કરી રહ્યા છીએ. ચાલો જાણીએ એવું કયું ફળ છે જેની કિંમત લાખોમાં છે.
વિશ્વના સૌથી મોંઘા ફળને યુબારી તરબૂચ અથવા જાપાનનું યુબારી તરબૂચ કહેવામાં આવે છે. આ ફળની કિંમત એટલી છે કે, આપણા દેશમાં આ ફળની કિંમતમાં તો સારી એવી લક્ઝરી કાર ખરીદી શકાય છે. મોંઘું હોવા છતાં તેની ખૂબ માંગ રહે છે, જાપાનના ધનિક લોકો તેને ખૂબ આરામથી ખાય છે.
વિશ્વમાં ઘણા પ્રકારના ફળો અને શાકભાજી છે. તેમાં સૂક્ષ્મ પોષકતત્વો અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કેટલાક ફળો અને શાકભાજી એવા છે જે તેમની ગુણવત્તા કરતા વધુ કિંમતના કારણે ચર્ચામાં રહે છે. યુબરી તરબૂચ એક એવું જ ફળ છે જેને વિશ્વનું સૌથી મોંઘું ફળ માનવામાં આવે છે. તેની પ્રતિ કિલો કિંમત વધીને 20 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ ફળ માત્ર જાપાનમાં જ ઉગાડવામાં આવે છે અને તેને પ્રીમિયમ ફળ માનવામાં આવે છે. તેની કિંમત એટલી ઊંચી છે કે તે દેખીતી રીતે સ્થાનિક બજારો અથવા સુપરમાર્કેટ્સમાં સરળતાથી ઉપલબ્ધ નથી.
કેવી રીતે ઉગે છે આ ફળ?
તે જાપાનમાં ખૂબ જ ઓછી માત્રામાં ઉગાડવામાં આવે છે અને તેની ક્યાંય નિકાસ કરી શકાતી નથી. યુબરી તરબૂચ ગ્રીનહાઉસમાં સૂર્યપ્રકાશ હેઠળ ઉગાડવામાં આવે છે. આ તરબૂચ મૂળ યુબારી શહેરમાં ઉગાડવામાં આવ્યું હતું, તેથી તેનું નામ યુબરી તરબૂચ પડ્યું. ત્યાંનું હવામાન આ તરબૂચ માટે યોગ્ય છે. આ તરબૂચ ખૂબ નાજુક હોય છે. ખેતીથી લઈને સંગ્રહ કરવા સુધી ઘણી મહેનત કરવી પડે છે. માત્ર સંપૂર્ણ તરબૂચ જ વેચાણ માટે લેવામાં આવે છે.
શું છે તેના ફાયદા?
Yubari cantaloupeના ઘણા ફાયદા છ,. જેમ કે ડિહાઇડ્રેશન ઘટાડવું, રોગપ્રતિકારક શક્તિ વધારવી, બ્લડ પ્રેશર ઘટાડવું, બળતરા ઘટાડવી અને ત્વચા માટે શ્રેષ્ઠ છે. એવું કહેવાય છે કે, તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ કેન્સરના જોખમને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.