Agriculture Sector Jobs : દરેક વ્યક્તિને નોકરી અને સારા પૈસાની જરૂર હોય છે. પરંતુ ખેતી કરતા લોકો આ બંને વસ્તુઓ પર નિર્ભર રહે છે. જો કે, હવે આવું નહીં થાય કારણ કે, અમે તમને કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત એવા કરિયર વિકલ્પો આપવા જઈ રહ્યા છીએ, જેમાં જો તમે જોડાઈ જશો તો થોડા જ સમયમાં તમે મોટા માણસ બની જશો. અહીં મોટો માણસ એટલે કે તમારા પર પૈસાનો વરસાદ થવા લાગશે. તમે લાખોમાં કમાણી કરશો. તો ચાલો અમે તમને જણાવીએ કે તે કારકિર્દીના કયા વિકલ્પો છે.
પ્રથમ નંબરે છે કૃષિ એંજીનિયર
દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ B.Tech કરે છે, પરંતુ શું તમે ક્યારેય કોઈ વિદ્યાર્થી પાસેથી સાંભળ્યું છે કે, તેણે કૃષિ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે. જો તમે ઇચ્છો તો કૃષિ ક્ષેત્રમાં એન્જિનિયર બનીને સારી કમાણી કરી શકો છો. આ સાથે તમે કોમ્પ્યુટર સહાયિત ટેક્નોલોજી પણ શીખી શકો છો અને તેના દ્વારા તમે કૃષિ સંબંધિત એક કરતા વધુ મશીનો તૈયાર કરી શકો છો. જો કે, જો તમારે એગ્રીકલ્ચર સેક્ટરમાં એન્જિનિયરિંગ કરવું હોય તો તમારૂ ગણિત અને ભૌતિકશાસ્ત્ર સારૂ હોવા જોઈએ. કારણ કે, તેની મદદથી તમે એક કરતા વધુ મશીનો બનાવી શકશો.
બનો કૃષિ અર્થશાસ્ત્રી
જો તમે વિજ્ઞાનને બદલે વાણિજ્ય પ્રવાહમાંથી છો તો તમારે એગ્રીકલ્ચર એન્જિનિયરને બદલે કૃષિ અર્થશાસ્ત્રી બનવું જોઈએ. આ નોકરીમાં પગાર સારો છે. તેની સાથે તમે તેમાં ફ્રીલાન્સિંગ પણ કરી શકો છો. તમે ઘણી વખત જોયું હશે કે, કૃષિ અર્થશાસ્ત્રીઓ ટીવી ચેનલો પર અથવા ડિબેટ પેનલમાં ખેડૂતો વિશે વાત કરવા અને તેમના આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવા બેસે છે. આવી ચર્ચાઓમાં બેસવા માટે તેમને ઘણા પૈસા ચૂકવવામાં આવે છે.
ફાર્મ મેનેજર પણ સારો વિકલ્પ
આ નોકરી હાલમાં કેટલાક મેટ્રો શહેરો અને વિદેશોમાં ઉપલબ્ધ છે. આ નોકરી હેઠળ તમારે કોઈના ખેતરનું સંચાલન કરવું પડશે. ફાર્મ મેનેજર હોવાને કારણે તમારે ફાર્મના બજેટ પરિમાણોને લગતા વ્યવસાયિક નિર્ણયો લેવાની જરૂર છે. આ સાથે જ તમારી પાસે ફાર્મ મેનેજરનું કામ છે કે, ખેતરમાંથી ઉત્પાદિત ઉત્પાદનોને બજારમાં વેચીને, ફાર્મ માલિકને ઘણો નફો મળી શકે છે.