Ginger Prices are About to Reach the Sky : ભારતમાં રસોડામાં બીજું કંઈ મળે કે ન મળે પણ તમને આદુ ચોક્કસ મળશે. આદુનો ઉપયોગ ભારતીય લોકો સદીઓથી કરે છે. મસાલા ઉપરાંત તેનો ઉપયોગ ઔષધીય તરીકે પણ થાય છે. તેની અંદર રહેલા ગુણો આપણા શરીરને વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં ઘણી મદદ કરે છે. પરંતુ હવે તમારા માટે આદુ ખરીદવું મુશ્કેલ બની શકે છે. આદુના ભાવમાં વધારો થયો છે. આમ થવા પાછળનું કારણ છે મણિપુરમાં હિંસા.
શું છે કારણ?
ભારતના ઘણા રાજ્યોમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. કમોસમી વરસાદે આદુની ખેતી કરતા ખેડૂતોને પણ બરબાદ કરી દીધા હતા. જો કે, આના કારણે અદારના ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો છે, જેના કારણે ખેડૂતો તેમના નુકસાનની ભરપાઈ પણ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં કેટલાક ખેડૂતો આદુના વધેલા ભાવને કારણે ખુશીથી નાચતા જોવા મળ્યા હતા.
મણિપુર હિંસા પણ એક કારણ
કમોસમી વરસાદને કારણે સમગ્ર દેશમાં આદુના ભાવ વધી રહ્યા છે ત્યારે બંગાળમાં આદુના ભાવ વધવાનું કારણ મણિપુરમાં થયેલી હિંસા છે. મણિપુરમાં ભડકી ઉઠેલી હિંસા બાદ આદુ બંગાળ સુધી પહોંચી શકતું નથી, જેના કારણે આદુની કિંમત પ્રતિ ક્વિન્ટલ 6 થી 7 હજાર રૂપિયા વધી ગઈ છે. છૂટક ભાવની વાત કરીએ તો બંગાળના શાકભાજી બજારોમાં આદુ રૂ.300 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.
દક્ષિણ ભારતમાંથી આદુની આવકમાં પણ વિક્ષેપ
બંગાળ સહિત ઉત્તર ભારતમાં, દક્ષિણ ભારતમાંથી પણ આદુ આવે છે, પરંતુ કર્ણાટકની ચૂંટણી અને મણિપુર હિંસાને કારણે પરિવહન વાહનો ઉપલબ્ધ નથી. જેના કારણે ખેડૂતો તેમના આદુને રાજ્યની બહાર મોકલી શકતા નથી. આ જ કારણ છે કે, બંગાળ સહિત ઉત્તર ભારતમાં આદુની કિંમતો ઝડપથી વધી રહી છે. આગામી દિવસોમાં આદુના ભાવમાં વધુ વધારો થવાની આશંકા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે. જો કે, ઉનાળામાં આદુનો વપરાશ ઓછો હોય છે. પરંતુ જો ઘરમાં આદુ ખતમ થઈ ગયું હોય તો પણ તેને બજારમાંથી ખરીદવામાં આવે જ છે. કારણ કે, શિયાળામાં તેનો ઉકાળો બનાવવાની સાથે શાકભાજીમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.