Gujarat Agriculture News:  રાજ્યમાં 2-3 દિવસથી વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું છે. તલ, મગ, મકાઈ, મગફળી, બાજરી, કપાસ સહિતના ખરીફ પાકોને નુકસાન થયું છે.માત્ર તૈયાર થવાને આરે આવેલા પાકો જ નહી નવરાત્રીમાં વાઢીને ખળામાં પાથરેલ પાકો પણ પલળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.


ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ખળામાં સૂકવવા મુકેલા પાકને બચાવવા ખેડૂતોને તાડપતરીઓ શોધવામાટે દોડધામ કરવી પડી. સૌરાષ્ટ્રમાં પણ મગફળીનો પાક પલળતા તેની ગુણવત્તા અને જીવાતનો ભય ઉભો થયો છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. મગફળી, કપાસ સહિત તૈયાર પાક પલળી ગયો છે.


કપાસ પીળો પડી જવાની સાથે જીવજંતુનો ઉપદ્રવ થવાની ભીતિ


વીઘા દીઠ 20થી 22 હજારનો ખર્ચ કરી ખેડૂતોએ કપાસનું  વાવેતર કર્યુ હતું પરંતુ વરસાદના કારણે કપાસ પીળો પડી જવાની સાથે તેમા જીવજંતુનો ઉપદ્રવ થવાની ભીતિ ઉભી થઈ છે. આવી જ સ્થિતિ સર્જાઈ છે મહીસાગર જિલ્લામાં... અહીં મોટી માત્રામાં ડાંગરનું ઉત્પાદન થાય છે, ચાલુ વર્ષે સારા વરસાદના કારણે ખેડૂતો ખુશ હતા..પરંતુ ભારે પવન સાથે બાલાસિનોરમાં બે ઈંચ, જ્યારે લુણાવાડામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેથી ડાંગરનો પાક પલળી ગયો છે. ખેતરમાં પાણી ભરાઈ જતાં ધરતીપુત્રોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આ આણંદ જિલ્લામાં કપાસ અને તમાકુનો ઉભો પાક પલળી જતા નુકસાન થયું છે.


ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન


ATS ગુજરાત સાથેના સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે આશરે 350 કરોડની કિંમતનું આશરે 50 કિલો હેરોઈન વહન કરતી પાકિસ્તાની બોટ અલ સાકરને 06 ક્રૂ સાથે અરબી સમુદ્રના ભારતીય જળસીમામાં પકડી પાડી છે. વધુ તપાસ માટે બોટ જાળ (કચ્છ) ખાતે લાવવામાં આવી રહી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના સત્તાધીશઓએ કહ્યું ઈન્ટરનેશનલ મેરિટાઈમ બાઉન્ડ્રી લાઇન નજીક આ ઓપરેશન પાર પાવામાં આવ્યું છે. આ પહેલા 14 સપ્ટેમ્બરે આશરે 200 કરોડ રૂપિયાના 40 કિલો હેરોઇનની પણ ખેપ પકડાઈ હતી.


આ પણ વાંચોઃ


E-Rupee Digital Currency: RBI ઈ રૂપિયાને લઈ લોન્ચ કરશે પાયલટ પ્રોજેક્ટ, જાણો શું છે લેટેસ્ટ અપડેટ