Agriculture News: રાજ્યમાં કમોસમી વરસાદથી (unseasonal rain) ઉનાળુ પાકને (summer crop) મોટા પાયે નુકસાન થયું છે. પંચમહાલ જિલ્લામાં પવન અને માવઠાને કારણે બાજરી, મગ સહિત ઘાસચારાને મોટા પાયે નુકસાન થયું છે.
ગોધરા, કાલોલ તાલુકાનાં વિસ્તારમા ઉનાળુ ખેતી પાકને મોટા ભાગે નુક્શાન થયું છે.


અમદાવાદના માંડલ APMCમાં વરસાદના કારણે ૩૫૦૦ બોરી અજમો પલળી જતા ખેડૂતોના મોમાં આવેલ કોળીયો છીનવાયો હતો.  માંડલ APMC ના વહીવટકર્તાના અણઘડ વહીવટનો આ નમુનો સામે આવ્યો છે. વરસાદના કારણે APMCના અજમો નાખવાના પ્લોટમાં વરસાદી પાણી આવી જતા અજમાની ૩૫૦૦ જેટલી બોરીઓ પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ વિસ્તારના વિવિધ ગામમાંથી ખેડૂતો અજમો વેચવા માટે APMC આવ્યા હતા ત્યારે વરસાદ આવતા તમામ અજમો પલળી ગયો છે.
 જોકે આ ઘટના બનતા એપીએમસીના ચેરમેન, ડિરેક્ટરો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે મામલતદારને બોલાવી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.



અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાએ (suresh pansuriya) કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાનનું  વળતર ચૂકવવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કમોસમી વરસાદને કારણે અમરેલી જિલ્લાના ખેડૂતો પાયમલ થઈ ગયા છેકમોસમી વરસાદને કારણે તલ મગ બાજરી સહિત બાગાયતી ખેતીના પાકને નુકસાન થયું છે. નુકસાનગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.   


જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં ગઈ કાલ રાતે પવન ફૂંકાતા કેસર કેરીના પાકને મોટા પાયે નુકશાન થયું છે.વંથલીના ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારમાં કેરીનો પાક ખરી પળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બનવા પામી છે. જેને લઈને કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો..ખેડૂતોના મતે કેરીનું ઉત્પાદન લેવામાં પ્રતિ વીઘા દીઠ તેમને 2 હજાર થી વધુની રકમ ખર્ચ કરવી પડતી હોય છે..ઉપરાંત કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતોની આ વર્ષે માવઠા પૂર્વેથી જ હાલત કફોડી હતી.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછો હોવાનો ખેડૂતોનો દાવો માવઠા પૂર્વેથી જ હતો.જેને લઈને ગઈ કાલના પવન ફંકાવાના બનાવ બાદ ખેડૂતો દ્વારા સરકાર સહાય ચૂકવે તેવી માંગ પણ કરાઈ છે..મહત્વનું છે કે ગઈ કાલ રાતે જૂનાગઢ પંથકના વંથલી તાલુકામાં અને વિસાવદર તાલુકામાં ભારે પવન ફૂંકાયો હતો.. ત્યારે એકન્દરે આ બંને તાલુકામાં કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતોની સ્થિતિ કફોડી બનવા પામી છે.