Gujarat Agriculture News: ગુજરાતમાં ઘણા ખેડૂતો બાગાયતી ખેતી કરે છે. બાગાયતી ખેતીમાં નફાનું પ્રમાણ સારું રહેતું હોવાથી ઘણા ખેડૂતો તેના તરફ વળી રહ્યા છે. રાજ્ય સરકાર પણ બાગાયતી ખેતી કરતાં ખેડૂતોની આવક વધે તે માટે અનેક પ્રકારની સ્કીમ ચલાવી રહી છે. જે અંતર્ગત બાગાયત ખેતીમાં હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીરીયલમાં સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
કયા પાકમાં મળે છે આ સહાય
ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે અને સમૃદ્ધિ લાવે તે હેતુથી જામફળ, સીતાફળ. બોર, કેરી, દાડમ, ડ્રેનગ ફ્રૂટ વગેરે ફળ પર સહાય આપવામાં આવે છે. યુનિટ કોસ્ટ રૂપિયા 10 હજાર પ્રતિ હેક્ટર હોય તેવા સીમાંત બાગાયતી ખેડૂતોને ખર્ચના 75 ટકા અથવા મહત્મત રૂ. 7500 પ્રતિ હેક્ટર, નાના બાગાયતી ખેડૂતો માટે ખર્ચના 50 ટકા અથવા મહત્તમ રૂપિયા 5000 પ્રતિ હેક્ટર અને મોટા બાગાયતી ખેડૂતો માટે ખર્ચના 25 ટકા અથવા મહત્તમ 2500 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે.
કયા દસ્તાવેજોની પડશે જરૂર
- 7-12, 8-અની નકલ
- આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- બેંક પાસબુક
- તલાટી મંત્રીનો બાગાયત વાવેતરનો દાખલો
I-Khedut: સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો સહાય માટે કરો અરજી, ખૂલ્યું છે આઈ ખેડૂત પોર્ટલ
પ્રાકૃતિક કૃષિ એટલે તર્કસંગત કૃષિ. પ્રકૃતિના નિયમોને જાણી, પ્રકૃતિને પોતાની રીતે વિકસીત થવામાં મદદરૂપ ખેતી. પ્રાકૃતિક કૃષિમાં પિયત વ્યવસ્થા આવા જ તર્ક અને તારણોથી ગોઠવવામાં આવી છે જેથી સંશાધનોનો બચાવ પણ થાય અને ઉત્પાદન પણ વધે. ગુજરાતનો ખેડૂત હવે આધુનિક બન્યો છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે. ગાય આધારિત ખેતી કરીને રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરીને તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડી સારી એવી કમાણી કરી રહ્યા છે. ગુજરાતમાં ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી કરતાં જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો નાણાકીય સહાયનો લાભ લે માટે આઈ ખેડૂત પોર્ટલ ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. નાણાકીય સહાય યોજના અંતર્ગત વર્ષ 2022-23 માટે નવી અરજી કરી ડાંગ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ નાણાકીય યોજનાનો લાભ લઈ શકે તે હેતુથી 05-04-2022 થી 04-05-2022 સુધી ખેડૂતો અરજી કરી શકશે.