Jeera Price: રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો. યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આટલો ઉંચો ભાવ બોલાયો હતો. હરાજીમાં શ્રી ફળ વધેરીને મૂહુર્તના નવા જીરૂની હરાજી કરવામાં આવી હતી. મુહુર્તનો 20 કિલો જીરૂનો ભાવ 36001 મોટા દડવાના અને સાણથલીના ખેડૂતને મળ્યા હતા. યાર્ડમાં ના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂ ની ખરીદી કરી હતી.
જમીન અને આબોહવા
જીરૂના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ સારી નિતાર શક્તિવાળી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ક્ષારીય જમીનમાં પણ જીરાની ખેતી કરી શકાય છે. જીરૂના પાકને ચોખું, ઝાકળમુક્ત, સુકું અને ઠંડુ હવામાન માફક આવે છે. વૃધ્ધી તબકકાથી દાણો બેસવાની અવસ્થા દરમ્યાન વાદળ વિનાનું ઠંડુ અને સુકુ હવામાન ખૂબ જ અનુકૂળ છે. જીરૂના પાકને ઉડી ખેડની જરૂર નથી, પરતું વર્ષમાં એક્વાર ઉડી ખેડ કરવી હિતાવહ છે. કરબની આડી અને ઉભી બે થી ત્રણ ખેડ કરી સમાર મારી ખેતર સમતળ કરવું. સાંકડા અને નાના ક્યારા બનાવવા. જીરૂના ખેતરમાં ભારે મોટું ઝાડ, ભારે ઘાટી ઉંચી થોરની જીવંત વાડ હોવી જોઈએ નહી. જો ખેતરમાં કે શેઢા ઉપર ભારે મોટું ઝાડ હોય તો છટણી કરવી હિતાવહ છે. જીરૂના ખેતરની બાજુમાંથી સતત વહેતો પાણીનો ઢાળીયો કે બાજુમાં રાયડો, રજકો કે ઘઉંનું વાવેતરપણ હિતાવહ નથી.
બીજની પસંદગી
જનીનિક તેમજ ભૌતિક શુધ્ધતાવાળું, સારી સ્કૂરણશક્તિ ધરાવતું અને શુધ્ધ અને પ્રમાણિત બિયારણએ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે. તેથી પ્રમાણિત બિયારણ જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો. ખેડૂતોની સુધારેલા બિયારણોની માંગ પણ વધવા પામેલ છે ત્યારે, છેલ્લામાં છેલ્લી ભલામણ કરેલ જીરૂ પાકની જાતોની ખાસિયતોની જાણકારી બિયારણ પસંદગી માટે ખૂબ જ જરૂરી છે.
જીરૂ એ બીજ મસાલા પાકોમાં ખૂબ જ અગત્યનો અને વિદેશી હૂંડિયામણ કમાવી આપનાર મહત્વનો રોકડીયો પાક છે. જીરૂએ સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં રવિ (શિયાળુ) રૂતુમાં થતો મોખરાનો પાક છે. જીરૂનો પાક અન્ય રવિ પાકોની સરખામણીમાં ટૂંકા ગાળામાં, ઓછી મહેનતે અને ઓછા ખર્ચે તગડું વળતર આપે છે.
આ પણ વાંચોઃ
Gujarat Budget 2023: ગુજરાત બજેટની તૈયારી થઈ શરૂ, ખેડૂતલક્ષી યોજનાઓ પર મૂકવામાં આવી શકે છે ભાર