Sumul Dairy: સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આનંદના સમાચાર છે. સુમુલ ડેરીએ કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો. માર્ચ મહિનામાં બીજી વખતફેટનો ભાવ વધારવામાં આવ્યો છે. આ પહેલા કિલોફેટમાં 20 રૂપિયાનો વધારો કરાયો હતો. ભેંસના દુધનો કિલોફેટનો ભાવ 725 રૂપિયા અને ગાયનો 710 રૂપિયા થયો છે. આ નવો વધારો એક એપ્રિલથી લાગુ થશે.
અમૂલ દ્વારા તાજેતરમાં દૂધમાં પ્રતિ લીટરે બે રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ હવે સુરતની સુમુલ ડેરીએ પણ થોડા દિવસ પહેલા દૂધનો ભાવ વધાર્યો હતો. સુરતમાં સુમુલની ગોલ્ડની થેલીનો લીટરનો ભાવ 60 રૂપિયાથી વધીનો 62 રૂપિયા થઈ ગયો છે.
ભાવ વધારાથી લોકો પર દૈનિક કેટલો બોજ પડશે
પરિવહન ખર્ચ વધતા સુમુલે દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ગોલ્ડ દૂધ હવે 62 રૂપિયા લીટર, ગાય દૂધ હવે 50 રૂપિયા લીટર અને તાજા દૂધ હવે 48 રૂપિયા લીટરના ભાવથી મળશે. ભાવ વધારાના કારણે લોકો પર દૈનિક 24 કરોડનો બોજો પડશે.
9 મહિના પહેલા પણ કર્યો હતો વધારો
સુમુલ દરરોજ 12 લાખ લીટર દૂધનું વેચાણ કરે છે. જો કે, સુમુલ પાસે જૂના ભાવની કોથળી હોવાને લીધે અમૂલે દૂધના ભાવ વધાર્યા તેના 12 દિવસ બાદ સુમુલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 9 મહિના પહેલા પણ જૂનમાં સુમુલ દ્વારા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ
મોદી સરકાર પ્રધાનમંત્રી મહિલા સહાયતા યોજના હેઠળ દરેક મહિલાને 2 લાખ રૂપિયાની આપી રહી છે સહાય ?
મનકી બાતમાં મોદીએ ગુજરાતમાં આવેલી વિવિધ વાવનો ઉલ્લેખ કરી શું કહ્યુ