Mafat Chatri Yojana: ગુજરાત દ્વારા સમાજના નબળાં વર્ગોના વિકાસ માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ આર્થિક સહાય યોજનાઓનો લાભ આપીને સમાજ પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસ થઈ રહ્યો છે. આર્થિક રીતે પછાત લોકો નાના વ્યવસાય, ધંધા કરીને સન્માનભેળ જીવન જીવી શકે છે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ઘણી યોજના ચલાવવામાં આવે છે. બાગાયતી વિભાગ દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે અવનવી રીતો અપનાવતી હોય છે. જેને ધ્યાને રાખીને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં નાના વેચાણકારોને મફતમાં છત્રી અથવા શેડ આપવાની યોજના અમલમાં બહાર પાડવામાં આવેલ છે. મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.


ગુજરાત સરકાર ખુલ્લામાં શાકભાજી વેચાણ કરતા ખેડૂતો માટે મફત છત્રી યોજના ચલાવે છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ખુલ્લાંમાં, રોડ સાઈડ અને હાટ બજારમાં ફળ, શાકભાજી અને ફુલપાકોનું વેચાણ કરતા તમામ ફેરિયાઓ અને ખેડૂતો માટે વિનામૂલ્યે છત્રી આપવામાં આવે છે. અરજી કરવા અને વધુ માહિતી માટે i-khedut પોર્ટલની મુલાકાત લો.


અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ


આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો 16 જુલાઈ, 2022 સુધીમાં અરજી કરી શકે છે.


કયા ડોક્યૂમેંટની પડશે જરૂર



  • અરજદારનું આધારકાર્ડ

  • બેંક ખાતાની પાસબુકની પ્રથમ પેજની ઝેરોક્ષ

  • અરજદારના રેશનકાર્ડની નકલ

  • અરજદારનો મોબાઈલ નંબર


અરજીકર્તાની શું હોવી જોઈએ પાત્રતા



  • અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.

  • ફળો અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને સહાય મળવાપાત્ર છે.

  • ફૂલપાકોનું વેચાણ કરતા લોકો પણ યોજનાનો લાભ લઈ શકે છે.

  • લાભાર્થી રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય તેમને પણ લાભ મળશે.

  • નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.