Agro Service Provider Scheme: રાજ્યના દરેક ખેડુતોને આધુનિક ખેતી કરવાનો લાભ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજના અમલમાં છે. એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ સ્થાપવા માંગતી પ્રાઈમરી એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ સોસાયટી (PACS)/ફાર્મર ગૃપ/સહકારી સંસ્થા/સખી મંડળો/સેલ્ફ હેલ્પ ગૃપ, સ્ટાર્ટ અપ રજીસ્ટ્રેશન ધરાવનાર કૃષિ ડિપ્લોમા/કૃષિ સ્નાતક/ અનુસ્નાતક/ બી.આર.એસ. વગેરે લોકો તેનો લાભ ળઈ શખે છે.
કેટલી મળે છે સહાય
- ખેડૂતોનું કાર્ય સરળ, ઝડપી અને વધુ ઉત્પાદક બનાવવા માટે નાના સીમાંત ખેડૂતો માટે યાંત્રિકીકરણની મહત્તમ રૂ.8.50 લાખ સુધીની સહાય એગ્રો સર્વિસ પ્રોવાઇડર યોજના હેઠળ આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ નાના સીમાંત ખેડૂતો કૃષિ યાંત્રીકીકરણ અપનાવી શકે છે અને યોજના હેઠળ મળતા સાધનો ભાડે મેળવી શકે છે. જેથી ખેતી કાર્ય ઝડપથી અને સમયસર કરી શકાય છે.
- એગ્રો સર્વિસ પ્રોવાઇડર યોજનાનો ખેડૂત સંસ્થાઓ, ખેડૂત મંડળીઓ યોજનાનો લાભ લઈ શકે છે.
- આ યોજના હેઠળ મહત્તમ રૂપિયા 8.50 લાખ સુધીની આર્થિક સહાય મળવા પાત્ર થાય છે.
- ટ્રેકટર અને અન્ય ખેતીના ઓજારો, સાધનો જેમકે પોટેટો પ્લાન્સ્ટર, પાવર થ્રેસર, પોટેટો ડીગર, રોટરી પાવર હેરો, ટ્રેકટર સંચાલીત રીપર કમ બાઈન્ડર, સેલ્ફ પ્રોપલ્ડ રીપર કમ બાઈન્ડર, બ્લેડ હેરો, ડિસ્ક હેરો ખરીદી શકાય છે. આ સાધનો ભાડે આપીને ખેડૂતો વધારાની કમાણી પણ કરી શકે છે.
યોજનાની માહિતી માટે કોનો કરવો પડશે સંપર્ક
એગ્રો સર્વિસ પ્રોવાઇડર યોજનાની વિગત માટે ગ્રામ સેવક, તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી) અને જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીનો સંપર્ક કરો.
યોજનાનો લાભ લેવા ક્યાં કરશો અરજી
યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ (i-Khedut)પર અરજી કરવી પડશે.