Vegetable Farming in Kharif Season: ભારતમાં વરસાદની સાથે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આ સમયે ખેડૂતો પોતાના ખેતરોમાં ખરીફ પાકનું વાવેતર કરી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં કેટલાક શાકભાજી ઝડપથી ઉગતા હોવાથી અનેક ખેડૂત ભાઇઓ શાકભાજીની ખેતી કરવાનું આયોજન કરી રહ્યા છે. એટલું જ નહીં આ સિઝનમાં સિંચાઈના પાણીની બચત થાય છે, તેમજ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન પણ જોવા મળે છે. જૂનમાં શાકભાજીના બીજ વાવવામાં આવે ત્યારે સપ્ટેમ્બર સુધીમાં તમને સારી ઉપજ મળે છે. તો ચાલો જાણીએ સારી ઉપજ આપતા શાકભાજી વિશે -
કાકડી
ચોમાસાની સિઝનમાં કાકડી સરળતાથી ઉગાડી શકાય છે. ખેતરો અથવા પોલીહાઉસમાં તેનું વાવેતર કરી શકાય છે. પાકને ઉગવા માટે સારા સૂર્યપ્રકાશ અને પાણીની જરૂર હોય છે. ઓછી જગ્યામાં પણ કાકડીની ખેતી કરવાથી સારું વળતર મળે છે. કાકડી ભારતમાં મોટાભાગે સલાડ તરીકે ખાવામાં આવે છે.
મૂળો
સલાડ તરીકે ઉપયોગમાં લેવાતો મૂળા રોપણીના ત્રણ સપ્તાહ બાદ પાક લેવા માટે તૈયાર છે. તેથી ચોમાસાની ઋતુમાં ખેડૂતો ઘણી વખત મૂળા ઉગાડીને નફો મેળવી શકે છે.
કઠોળ
ચોમાસામાં કોઈપણ કઠોળની ખેતી કરવી ખૂબ જ સરળ છે. વરસાદમાં તમામ કઠોળના છોડ ઝડપથી ઉગે છે. સામાન્ય રીતે જુલાઈથી ઓગસ્ટની વચ્ચે વરસાદમાં તેની ખેતી કરવામાં આવે છે.
કારેલા
કેન્સર જેવા જીવલેણ રોગો માટે સંજીવની બુટીની જેમ કામ કરતા કારેલા માત્ર વરસાદની ઋતુમાં જ ઉગાડવામાં આવે છે. આ ઋતુમાં સારા વરસાદને કારણે પાકને જમીનના તમામ પોષક તત્વો મળી જાય છે. ટૂંકા ગાળામાં બમણી ઉપજ માટે ચોમાસામાં કારેલાની ખેતી કરવી ફાયદાકારક છે.
લીલા મરચા
આખા વર્ષ દરમિયાન શાકભાજી અને વાનગીઓની ઝાકઝમાળ વધારનાર લીલા મરચાનું શ્રેષ્ઠ અને તીખા ઉત્પાદન માત્ર વરસાદમાં જ મળે છે. મરચાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની ખેતી કોઈપણ પ્રકારની માટીમાં કરી શકાય છે. ખાસ કરીને રેતાળ કે લાલ માટીમાં તેનું શ્રેષ્ઠ ઉત્પાદન મળે છે. વરસાદની ઋતુમાં તમે કિચન કે ટેરેસ ગાર્ડનમાં પણ મરચાં ઉગાડી શકો છો.