Gujarat Budget: ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ 3 માર્ચે કુલ રૂા. 2,43,965 કરોડનું રૂા. 560.09 કરોડની ચોખ્ખી પુરાંત સાથેનું બજેટ રજૂ કર્યું. કુલ પુરાંત 668.09 કરોડની છે. ગયા વર્ષના રૂા. 2,27,019 કરોડના બજેટની તુલનાએ આ વરસનું બજેટ 17000 કરોડ છે. આ સાથે જ તેમણે રૂા. 11,999 સુધીનો પગાર ધરાવતા નોકરિયાતોને પ્રોફેશનલ ટેક્સમાંથી સંપૂર્ણ માફી આપી છે. રાજ્યના પશુપાલકો અને માછીમારો દ્વારા ખેડૂતોની જેમ કિસાન ક્રેડીટ કાર્ડ હેઠળ લોન માટે સમાન વ્યાજ સબવેન્શન પ્રદાન કરવાની માગણી કરવામાં આવી છે જેથી રાજ્ય સરકારે તેમના માટે ટૂંકાગાળાની લોન પર વ્યાજમાં રાહત આપવાની યોજના જાહેર કરી છે.
રાજ્યમાં ખેતી અને મત્સ્યોદ્યોને પ્રોત્સાહન આપવા ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં પાંચ સ્થળોએ એગ્રો-ફુડ પાર્કની સ્થાપના કરવાનું આયોજન છે. જ્યારે મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આવા અને નિકાસને વેગ આપવા પાંચ સી-ફુડ પાર્કની સ્થાપવાનું પણ આયોજન છે.
આ પણ વાંચોઃ
Gold investment: સોનાના ભાવમાં આવશે લાલચોળ તેજી, જાણો શું છે કારણ
મહિલા વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું, પૂજા વસ્ત્રાકર પ્લેયર ઓફ ધ મેચ
2 લાખથી વધારે પગાર મેળવવાનો મોકો, અહીં નીકળી અરજી, જલદી કરો અરજી
PM Kisan Yojana ના પૈસા જલદી ખાતામાં થશે ટ્રાન્સફર, લાભ મેળવવા ફટાફટ પતાવી દો આ જરૂરી કામ