Gujarat Agriculture News: ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોથી પ્રગતિશીલ ખેડૂતોની સંખ્યા વધી રહી છે. આવા ખેડૂતો પૈકી કેટલીક નવીન પ્રકારની કે વિશેષ ખેતી કરતાં ખેડૂતોનું સરકાર સન્માન કરે છે. આ યોજનાનું નામ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર છે. જેમાં ખેડૂતોને 51 હજારનો પુરસ્કાર આપવામાં આવે છે.


શું છે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના


રાજ્ય સરકાર દ્વારા કૃષિના જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન આપવાની યોજના એટલે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર. ખેડૂતને પ્રોત્સાહન એટલે કૃષિને પ્રોત્સાહન. ગુજરાત સરકારની આ યોજનામાં અત્યાર સુધીમાં અનેક પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું છે.


કેવા ખેડૂતોનું કરવામાં આવે છે સન્માન



  • કૃષિ પાકની નવીન જાત અથવા વિસ્તારમાં નવીન પાકની સફળ ખેતી દ્વારા વિશિષ્ટ યોગદાન માટે

  • જળ સંચય, પિયત તથા વરસાદી પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે

  • સફળ સૂકી ખેતીમાં પ્રદાન

  • નવિનતમ સંકલિત રોગ જીવાત નિયંત્રણ કરવા માટે અનોખી સિદ્ધી

  • કોઠાસુઝથી નવીન ખેત ઓજાર વિકસાવવા

  • મધમાખી પાલન, મત્સ્ય પાલન, મરઘાં ઉછેર વગેર કૃષિ સંલગ્ન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી માટે શાલ અને સન્માન પત્ર આપી બહુમાન


ક્યાં કરશો સંપર્ક


આ અંગે વધુ માહિતી માટે dag.gujarat.gov.in પર અથવા ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો.