ગાંધીનગરઃ ગુજરાત સરકારે ડુંગળી પકવતા ખેડૂતોને રાહત આપી હતી. સરકાર ડુંગળી પકવતા ખેડૂતોને પ્રતિ કિલો દીઠ બે રૂપિયાની સહાય આપશે. ચાલુ વર્ષે ડુંગળીનું ઉત્પાદન વધતા બજારમાં તેની આવક સામે ભાવ શરૂઆતથી નીચા રહ્યા છે, જેને લઈને સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં 30 એપ્રિલ સુધી 45 લાખ કટ્ટા વેચાણ માટે APMC આવવાની સંભાવના છે ત્યારે 2250 લાખ કિલોના રૂપિયા બે લેખે 45 કરોડ જેટલી સહાય ચૂકવાશે. એટલે કે, 50 કિલો ડુંગળી પર ખેડૂતોને સરેરાશ 100 રૂપિયાની રાહત મળશે.
નવી દિલ્હીઃ મોદી સરકારે ખાતર સબસિડી વધારવાની આપી મંજૂરી
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેબિનેટે ઘણા મોટા નિર્ણયો લીધા છે. આમાંથી મોટાભાગના નિર્ણયો ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યા છે.
ખાતરની સબસિડી વધારવાનો નિર્ણય
કેબિનેટે ખાતર સબસિડી વધારવાની મંજૂરી આપી છે. સરકારે ફોસ્ફેટિક અને પોટાસિક ખાતરો માટેની સબસિડી રૂ. 21,000 કરોડથી વધારીને રૂ. 61,000 કરોડ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી દેશના 14 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ સાથે કેબિનેટે પીએમ સ્વાનિધિ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ યોજનામાં ખેડૂતોને કોલેટરલ ફ્રી લોન મળે છે. લાખો વિક્રેતાઓએ પીએમ સ્વાનિધિ યોજનાનો લાભ લીધો છે
કેન્દ્રીય કેબિનેટે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી ચાલનારી ખરીફ સિઝન માટે ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરો માટે પોષક-આધારિત સબસિડી દરોને મંજૂરી આપી છે. કેબિનેટે રૂ. 60,939.23 કરોડની સબસિડીને મંજૂરી આપી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ખાતર સબસિડી પર કેન્દ્રનો ખર્ચ રૂ. 2.10 થી 2.30 લાખ કરોડની રેન્જમાં ઊંચો હોવાનો અંદાજ છે. અહેવાલો અનુસાર, ખાતર સબસિડી પર એક વર્ષમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ ખર્ચ હશે. FY2023 ના બજેટમાં ખાતર સબસિડી માટે માત્ર રૂ. 1.05 લાખ કરોડનો અંદાજ હતો.
Aadhaar Card : ઘરે બેઠા અસલી-નકલી આધાર કાર્ડની કરો ઓળખ, UIDAI એ બતાવી રીત