Horticulture Agriculture: ખેતીવાડી અને બાગાયતના ક્ષેત્રમાં  સફળ સાહસિકો ચૂપચાપ કાશ્મીરના સફરજન કે આફ્રિકાનું ડ્રેગન ફ્રૂટ ગુજરાતમાં ઉગાડવા જેવા અનોખા પ્રયોગો નિત્ય કરે છે અને એમની સક્સેસ સ્ટોરી પણ ખૂબ પ્રેરણા આપનારી હોય છે.  ડભોઇ તાલુકાના નાના ફોફળીયાના જીતુભાઈ પટેલ આવા જ બાગાયત સાહસિક છે. એમણે સતત બીજા વર્ષે અને વધુ જમીનમાં રજનીગંધા ના ફૂલોની સુરભિત ખેતી કરી છે.  પહેલા વર્ષે એમણે લગભગ 4.5 વિંઘામાં અને આ વર્ષે 6 વિંઘા જમીનમાં આ મઘમઘતું કૃષિ સાહસ કર્યું છે.


એક વીઘામાં થાય છે આટલો ખર્ચ


જીતુભાઈ કહે છે, યુટ્યુબ સહિતના વિવિધ માધ્યમો માં થી જાણીને અને લોકો પાસે થી સમજીને આત્મ પહેલ રૂપે તેમણે આ ખેતી કરી છે.તેનું બિયારણ ગાંઠ સ્વરૂપે મળે છે અને સારી ગુણવત્તાનું બિયારણ પરખ કરીને મેળવવું આ આ ખેતીનું પ્રથમ પગથિયું છે.બિયારણ,ખાતર,દવા ઇત્યાદિ નો સરવાળો કરીએ તો વિંઘે રૂ.25 હજારનો વાવેતર ખર્ચ બેસે છે.


ડિસેમ્બરથી માર્ચ સુધી મળે છે સારો ભાવ


જીતુભાઈ કહે છે કે આ ફૂલો નજીકના વડોદરા,અમદાવાદના ફૂલ બજારોમાં વેચી શકાય છે.ક્યારેક મુંબઈ થી પણ માંગ આવે છે.ચોમાસાના મહિનાઓમાં માંગ ઘટે છે.ડિસેમ્બર થી માર્ચ સુધી સારો ભાવ મળે છે. 10 ડાળીઓની એક ઝૂડી એવા બંચ બનાવીને આ ફૂલો વેચવામાં આવે છે.     ખેડૂત જાગૃતિ દાખવે,જાણકારીના વિવિધ સ્ત્રોતો,કૃષિ વિશ્વ વિદ્યાલય અને અન્ય તજજ્ઞો તથા સફળ ખેડૂતો  સાથે સંપર્ક સ્થાપિત કરે તો નવીનવી ખેતી કરી શકે છે.




નાયબ બાગાયત નિયામકે શું કહ્યું


રાજ્ય સરકારનું બાગાયત ખાતુ રજનીગંધાની ખેતી ને ઉત્તેજન આપવા વાવેતર સહાય નિર્ધારિત ધારાધોરણો પ્રમાણે આપે છે તેવી જાણકારી આપતા નાયબ બાગાયત નિયામક હિમાંશુ પારેખ જણાવે છે કે આ ફૂલ છોડ ટૂંકા અંતરે વાવી શકાય છે એટલે છોડની સંખ્યા વધુ રહે છે.વાવેતર ખર્ચની સામે યોજનાના નિયમો અનુસાર સહાય મળે છે.   તેઓ વધુમાં જણાવે છે કે હવે બાગાયત ,ખેતીવાડી કે પશુપાલનની યોજનાઓ નો લાભ લેવા માટે ikhedut પોર્ટલ પર online અરજી કરવી અને સાથે જરૂરી દસ્તાવેજી પુરાવા upload કરવા જરૂરી છે.તે પછી ભૌતિક અરજી એટલે કે તેની નકલ સંબંધિત કચેરીમાં જમાં કરાવવી જરૂરી છે.સમયાંતરે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે.ખેડૂતો આ બાબતમાં સંબંધિત કચેરીમાં પૃચ્છા કરીને માર્ગદર્શન મેળવી શકે છે.એક વાર સચોટ સમજણ મેળવી લો તો યોજનાઓનો લાભ મેળવવાની  પ્રક્રિયા અઘરી નથી.


જીતુભાઈ કરશે કરાર આધારિત સૂર્યમુખીના ફૂલની ખેતી


  જીતુભાઈ એ હવે કંપની સાથે કરાર આધારિત સૂર્યમુખીના ફૂલની ખેતી કરવાનું,એનો બિયારણ પ્લોટ વિકસાવવાનું આયોજન કર્યું છે.આખા ખેતરને સોનેરી ચાદર ઓઢાડતા આ ફૂલોની ખેતી એક નવી દિશાનું પગલું છે.    તેઓ કહે છે કે સૂરજમુખી ફૂલ તરીકે પણ વેચાય છે અને તેલીબિયાં મેળવવા પણ એની વ્યાપારિક ખેતી કરવામાં આવે છે.બજારમાં વેચવા માટેના અને તેલીબિયાં માટેના sun flowers ના બિયારણ જુદાં જુદાં હોય છે.


આ પણ વાંચોઃ


PM Kisan News:  પીએમ કિસાનના રૂપિયા પરત નહીં કરો તો સરકાર કરશે લાલ આંખ, જલદીથી આ બેંક ખાતામાં કરો ટ્રાન્સફર


Subsidy Offer: આંબળાની ખેતી માટે 50 ટકા સુધી સબ્સિડી, જાણો વિગતે