Hydroponic Farming: આજે ઘણા લોકોને ખેતીનો શોખ હોય છે પરંતુ જમીનના અભાવે કરી શકતા નથી. ઘણા લોકો ઘરમાં માટીના કુંડામાં શાકભાજી ઉગાડતા હોય છે. હાલ ઘરની બાલકની કે ટેરેસ પર ફળ અને શાકભાજી ઉગાડવાનું ચલણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં હાઈડ્રોપોનિક ફાર્મિંગ યોગ્ય ટેક્નોલોજી છે. જેનો ઉપયોગ કરીને છોડ ઉગાડી શકાય છે. તેમાં માટીની પણ ઓછી જરૂર પડે છે અને ખર્ચ પણ અન્ય ટેક્નોલોજીની તુલનામાં ઓછો ખર્ચ આવે છે.


શાકભાજી-ફળ ઉગાડી શકાય છે


હાઈડ્રોપોનિક ફાર્મિંગનો ઉપોયગ કરીને ઘરના કોઈપણ સ્થળે ફળ કે શાકભાજી ઉગાડી શકાય છે. આ રીતે ખેતીમાં વધારે જગ્યાની જરૂર પડતી નથી.. માત્ર જરૂરિયાત મુજબ સેટઅપ તૈયાર કરવાનું હોય છે. એક કે બે પ્લાંટર સિસ્ટમથી તેની શરૂઆત કરી શકાય છે. જે અંતર્ગત તમે કોબી, પાલક, સ્ટ્રોબરી, શિમલા મરચા, ટમેટા, તુલસી સહિત અનેક શાકભાજી અને ફળો ઉગાડી શકો છો.


શું છે હાઇડ્રોપોનિગ ફાર્મિંગ 


સૌથી પહેલા એક કંટેનર કે એક્વેરિયમ લેઈ તેમાં પાણી ભરો. કંટેનરમાં મોટર લગાવી દો, જેનાથી પાણીનો ફ્લો જળવાઈ રહે. બાદમાં કંટેનરમાં પાઇપ ફિટ કરો, જેનાથી નીચલા સ્તરે પાણીનો ફ્લો જળવાઈ રહે. પાઇપમાં 2-3 સેંટિમીટરના હોલ કરાવી લો, જેથી વધારાનું પાણી બહાર નીકળી જાય. જે બાદ તેને ચારેબાજુ કોલસાથી કવર કરી દો અમને તેમાં નારિયેળના છાલાનો પાવડર નાંખી દો અને જે છોડ વાવવો હોય તેના બીનો છંટકાવ કરો.  નારિયેળના છાલાનો પાવડર પાણીને સારી રીતે શોષી લે છે, જે છોડના વિકાસ માટે ઘણું લાભદાયી હોય છે.


હાઇડ્રોપોનિગ ફાર્મિંગ એક વિદેશી ટેકનિક છે. વિદેશમાં આ રીતે છોડ ઉગાડવામાં આવે છે. ધીમે ધીમે ભારતમાં આ ટેકનિક લોકપ્રિય થઈ રહી છે. તેનું સેટઅપ કરતાં પહેલા કંટેનર સુધી પૂરતો તડકો આવે તેની ખાતરી કરી લો, નહીંતર છોડનો વિકાસ અવરોધાઈ શકે છે.