Gujarat Agriculture News: ગુજરાતના ખેડૂતોને સરકાર દ્વારા ખેતી ઉપયોગી સાધનો વસ્તુઓ ખરીદવા સહાય આપવામાં આવે છે. કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળે એ હેતુથી ખેડૂતની મૂળભૂત જરૂરિયાત સમાન ટ્રેકટર પર 40 PTO/HP સુધીના મોડેલ પર મહત્તમ રૂ.45,000 અને 40 PTO/HPથી 60 PTO/HPના મોડેલ પર મહત્તમ રૂ.60,000/- સુધીની મર્યાદામાં સહાય ઉપલબ્ધ છે.


ગુજરાતના ખેડૂતો માટે તા.21/02/22થી i-khedut પોર્ટલ ખૂલ્લું મુકવામાં આવ્યું છે, જે તા.21/03/22 સુધી વિવિધ યોજનાઓના 49 ઘટકોની સહાય માટે ખુલ્લું મૂકાશે. ખેડૂતો પોતાની જરૂરિયાતના ઘટકમાં સહાય મેળવવા માટે અરજી કરી આ સહાય યોજનાઓનો લાભ મેળવી શકશે. આ માટે સાત-બાર, આઠ અ, ખેતીના સાધનોનું બિલ, બેંક પાસબુક જવા દસ્તાવેજોની જરૂર પડશે.






I khedut પોર્ટલ દ્વારા આ સાધનો માટે સબ્સિડી અરજી કરી શકાશે



  • એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ

  • કમ્બાઈન્ડ હાર્વેસ્ટર

  • કલ્ટીવેટર

  • ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના

  • ગ્રાઉન્ડ નટ ડીગર

  • ચાફ કટર (એન્જિન-ઇલે.મોટર ઓપરેટેડ)

  • ચાફ કટર (ટ્રેકટર-પાવર ટીલર ઓપરેટેડ)

  • ટ્રેક્ટર

  • તાડપત્રી

  • પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)

  • પ્લાઉ (તમામ પ્રકારના)

  • પ્લાન્ટર (અન્ય પ્રકારના)

  • પશુ સંચાલિત વાવણિયો

  • પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)

  • પાવર ટીલર

  • પાવર થ્રેસર

  • પોટેટો ડીગર

  • પોટેટો પ્લાન્ટર

  • પોસ્ટ હાર્વેસ્ટના સાધના

  • પોસ્ટ હોલ ડીગર

  • ફાર્મ મશીનરી બેંક – 10 લાખ સુધીના

  • ફાર્મ મશીનરી બેંક – 25 લાખ સુધીના

  • ફાર્મ મશીનરી બેંક – (પસંદ કરેલ જિલ્લો-ગામ)

  • બ્રસ કટર

  • બેસર (ટ્રેકટર સંચાલિત ઘાસની ગાંસડી બાંધવાનું મશીન)

  • માનવ સંચાલિત સાઇથ (કાપણીનું સાધન)

  • માલવાહક વાહન

  • રીઝર, બેંડ ફોર્મર, ફરો ઓપનર

  • રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ, પાવર વીડર)

  • રોટાવેટર

  • લેન્ડ લેવલર

  • લેસર લેન્ડ લેવલર

  • વ્હીલ હો (આંતરખેડનું સાધન)

  • વિનોવીંગ ફેન

  • શ્રેડર, મોબાઈલ થ્રેડર

  • સબ સોઇલર

  • સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ

  • હેરો (તમામ પ્રકારના)

  • હાઇટેક, હાઇ પ્રોટેક્ટિવ

  • ઈક્વિપમેન્ટ હબ 100 લાખ સુધીના

  • ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર

  • પાક સંરક્ષણ સાધન

  • સોલર લાઇટ ટ્રેપ

  • સ્માર્ટ ફોન ખરીદી પર સહાય

  • પંપ સેટ્સ

  • પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની જાહેરાત

  • વોટર કેરિંગ પાઇપલાઇન


કેવી રીતે કરશો અરજી


આઈ ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાઓની ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ. પાસે અરજી કરાવી શકશે. આ ઉપરાંત આઈ ખેડુત પોર્ટલ પરની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી માટે જે તે ગામના ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.