Gujarat Agriculture News:  રાજ્યમાં ખેડૂતો આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરવા લાગ્યા છે. પરંતુ અનેક વખત બિયારણ નકલી નીકળતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવે છે. ત્યારે ખેડૂતો છેતરપીંડીથી બચે તે માટે લાયસન્સ ધારકો પાસેથી જ બિયારણની ખરીદી કરે તેવો તંત્ર દ્વારા અનુરોધ કરવામા આવે છે.


બિયારણ ખરીદતી વખતે આ વાતો રાખો ધ્યાનમાં



  • ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

  • બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું.

  •  બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદ્દત પૂરી થઈ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી. મુદ્દત પૂરી થયેલી હોય તેવાં બિયારણની ખરીદી ક્યારેય કરવી નહીં.

  • ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અને 5જી જેવા જુદાં-જુદાં નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં.

  • આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી.

  • વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ-થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવું જરુરી છે. જેથી જો કોઈ છેતરપિંડી થઈ હોય તો વિક્રેતા સામે કાર્યવાહી કરી શકાય.


દાળના ભાવમાં થઈ શકે છે ઘટાડો


દેશમાં ઘઉંના વધેલા ભાવે નાકે દમ આવી ગયો હતો. ઘઉંના ભાવમાં વધારાની અસર લોટના ભાવ પર જોવા મળી હતી. દાળના ભાવનું ચિત્ર પણ મહદઅંશે સમાન છે. કઠોળના પુરવઠામાં વિદેશી દેશો પર નિર્ભરતાને કારણે દેશમાં દાળ સસ્તી થતી નથી. પરંતુ હવે કેન્દ્ર સરકાર તેને સસ્તી કરવા માટે પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારની લોબીંગને કારણે દેશમાં દાળના ભાવ અમુક અંશે સ્થિર થયા છે અને ઘણા અંશે નીચે પણ આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકારની માહિતીમાં ખુલાસો થયો છે કે મ્યાનમાર કઠોળનો મોટો આયાતકાર છે અને દાળની આયાત કરવા છતાં ત્યાં સંગ્રહખોરી થઈ રહી છે. ભાવ વધારાને કારણે નફો કમાવવાની રમત ચાલુ છે. આને ધ્યાનમાં રાખીને 27 માર્ચે, ગ્રાહક બાબતોના વિભાગે રાજ્ય સરકાર સાથે સંકલન કરીને આયાતકારો, મિલરો, સ્ટોકિસ્ટો, કાર્બોનેરિયોની તુવેર દાળ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. આ પછી તેની અસર કિંમતોમાં જોવા મળી રહી છે.