Agriculture News: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયા આજે અમદાવાદની મુલાકાતે છે. ઈન્ડિયન પોટાશ લિમિટેડની નવી બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે બોલતાં તેમણે ખાતરને લઈ મોટી વાત કહી હતી.

કેન્દ્રીય ફર્ટિલાઈઝર મંત્રીએ ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું, ખાતરએ ખેતીનું એક અભિન્ન અંગ છે. ખાતર વગર ઉત્પાદન નથી વધી શકતું. ખાતર ઉત્પાદન માટે આવશ્યક છે, પાકને જરૂરી પોષક મળી રહે તે જરૂરી છે. જમીનમાં બે પ્રકારના ખાતર નાખીએ છીએ - એક મિનરલ્સ ના રુપે છે છે, એ જરૂરી છે. શરીરમાં પણ જરૂરી છે મિનરલ્સ, જેને આપણે ઇન્જેક્શન અને દવાના રૂપે લઈએ છે એ પ્રમાણે ખાતર પણ ખેતી માટે જરૂરી છે.


આપણે ઉત્પાદન કરી જરૂરિયાત પૂરી કરીએ છીએ અને વિદેશમાં પણ અનાજની નિકાસ કરીએ છીએઃ માંડવિયા


1965માં પાકિસ્તાનના યુદ્ધ સમયે વિદેશમાંથી કેટલાક દેશોએ ઘઉં આપવાની ના પાડી હતી ત્યાર બાદ આપણે ખાદ્ય ઉત્પાદનમાં નિર્ભર બન્યા. વિશ્વમાં રશિયા અને યુક્રેન ઘઉંના ઉત્પાદન અને નિકાસના મોટા દેશો છે. યુદ્ધના કારણે ભારત પર વિશ્વના દેશોની નજર હતી. આપણે ઉત્પાદન કરી જરૂરિયાત પૂરી કરીએ છીએ અને વિદેશમાં પણ અનાજની નિકાસ કરીએ છીએ.


પેન્ટવોશથી પોટાશ બનાવાતા બે પ્લાન્ટ તૈયાર કરાયાઃ માંડવિયા

દેશમાં ખાતરની જરૂરિયાતનું 60 ટકા ઉત્પાદન ભારત કરે છે.  પોટાશની અમે આયાત કરીએ છીએ. કોવિડના સમયે દુનિયાને ચિંતા હતી કે કોવિડ મેનેજમેન્ટ કેવી રીતે કરશે.  કોવિડ મેનેજમેન્ટ ભારતે કર્યુ, 200 કરોડ વેક્સિન ડોઝ ભારતે જનતાને આપ્યા. દુનિયાએ ભારતના સામર્થ્યને માન્યું. વિશ્વમાં ખાતરની ક્રાઇસિસ હોવા છતાં ભારતે મેનેજ કર્યુ, 1350 માં ડી એ પી ખાતર વેચાય છો પણ સરકાર ખેડૂતોને સબસિડી આપે છે. એક કંપની જે ભારત સાથે કામ નહોંતી કરતીતે હવે સામે ચાલીને ભારત સાથે કામ કરવા તૈયાર છે. પેન્ટવોશથી પોટાશ બનાવાતા બે પ્લાન્ટ તૈયાર કરાયા છે, તેનો ખાતર તરીકે ઉપયોગ થાય છે.



ઈન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધ્યા ત્યારે પીએમે ખેડૂતોના ખિસ્સા પર ભારણ ન વધે તેવું સૂચન કર્યું


દેશમાં ખાતરના ભાવ વધી રહ્યા હતા, ખાતર મળતું નહોતું ઇન્ટરનેશનલ માર્કેટમાં ખાતરના ભાવ વધ્યા હતા ત્યારે વડાપ્રધાને ખેડૂતોના ખિસ્સામાં ભારણ ન વધે તેવું સૂચન કર્યું. જે બાદ સરકારે સબસીડી વધારી. ગુજરાત સરકારનું બજેટ અને આ વખતે દેશમાં ખાતર સબસીડીનું બજેટ બન્ને 2.5 લાખ કરોડ થશે.