Kiwi at Home: કિવી એ વિટામિન્સ અને પોષક તત્વોનો ભંડાર છે, જેમાં વિટામિન C, E, K, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટોનો સમાવેશ થાય છે. તે માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં પરંતુ પાચન શક્તિમાં પણ વધારો કરે છે. આ સિવાય આ ફળ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. જો તમે પણ આ ફળ દરરોજ ખાવા ઈચ્છો છો પરંતુ મોંઘા ભાવને કારણે બજારમાં ખરીદી શકતા નથી, તો તમે તેને તમારા ઘરે ઉગાડી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.


આ ફળને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા તેના બીજ નર્સરીમાંથી ખરીદો. તમે જે પોટમાં તેને રોપશો તેમાં તળિયે એક છિદ્ર હોવું આવશ્યક છે. કીવી ઉગાડવા માટે એસિડિક માટીનો ઉપયોગ સારો માનવામાં આવે છે. કિવીને સારી રીતે વધવા માટે ખાતરની જરૂર પડે છે. માટે સમયાંતરે ખાતર આપતા રહો. આ સિવાય કીવીના છોડને નિયમિત પાણીની જરૂર પડે છે પરંતુ ધ્યાન રાખો કે તેમાં પાણી ભરાઈ ના રહે. આના કારણે, છોડના મૂળ સડી શકે છે અને તમારો છોડ બગડી શકે છે.


તેને સમય સમય પર તપાસો


નિષ્ણાતોના મતે, આ છોડને સારી માત્રામાં સૂર્યપ્રકાશની જરૂર છે. કિવીના છોડને દિવસમાં ઓછામાં ઓછા 6 કલાક સૂર્યપ્રકાશ મળવો જોઈએ. છોડને જીવાતોનો ઉપદ્રવ ન થાય તેની ખાતરી કરવા માટે સમયાંતરે તપાસ કરતા રહો. જો આવું થાય, તો તરત જ તેની સારવાર કરો. કિવીના છોડને યોગ્ય રીતે વધવા માટે 3 થી 4 વર્ષ લાગે છે અને તે પછી જ તે ફળ આપે છે. માટે તમારે જો જલ્દી ફળ જોતાં હોય તો બીજ ને બદલે છોડ પસંદ કરો કારણકે.. બીજમાંથી કિવિ ઉગાડવામાં વધુ સમય લાગે છે અને યોગ્ય રીતે છોડ બન્યા પછી જ તે ફળ આપે છે. 


આ બાબતો ધ્યાનમાં રાખો


તમે બીજ અથવા છોડમાંથી કિવી ઉગાડી શકો છો.
બીજમાંથી કિવિ ઉગાડવામાં વધુ સમય લાગે છે. 
તેથી, જો તમને વહેલાં ફળ જોઈએ છે તો છોડ ખરીદવો એ વધુ સારો વિકલ્પ છે.
છોડને વાસણમાં રોપતી વખતે ધ્યાન રાખો કે તેના મૂળ સારી રીતે ફેલાઈ શકે તેવી જગ્યા રાખો.
ઠંડા શિયાળામાં છોડને પ્લાસ્ટિક અથવા કાપડથી ઢાંકીને સુરક્ષિત કરો.