Ginger Farming: ખેડૂતોની હંમેશા ફરિયાદ રહેતી હોય છે તે રવી અને ખરીફ પાકનો સારો નફો મળતો નથી. મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હોવાથી આમ થાય છે. આધુનિક ખેતી તરફ તેઓ વળતા નથી પરિણામે સારો નફો લઈ શકતા નથી. જોકે છેલ્લા થોડા વર્ષોમાં ખેડૂતોમાં જગૃતિ આવી છે. ખેડૂતો હવે નવા પાકની ખેતી કરીને તગડો નફો કમાઈ રહ્યા છે.
જે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ વળવા માંગતા હોય તેમના માટે આદુની ખેતી ફાયદાકારક છે. આદુનો ઉપયોગ ચાથી લઈને શાકભાજી, અથાણા બનાવવામાં થાય છે. આ ઉપરાંત વર્ષભર તેની માંગ રહે છે. આ કારણે આદુની ખેતી કરતા ખેડૂતો પાસે સારો નફો કમાવાની તક રહે છે.
કેવી રીતે કરશો આદુની ખેતી
આદુની ખેતી વરસાદ પર નિર્ભર કરે છે. પપૈયા અને અન્ય છોડ વચ્ચે તેને વાવી શકાય છે. આદુની ખેતી માટે 6-7 પીએચવાળી જમીન શ્રેષ્ઠ માનવામાં આવે છે. કૃષિ નિષ્ણાતો અનુસાર એક હેક્ટરમાં વાવણી માટે 2 થી 3 ક્વિન્ટલ સુધી આદુના બીની જરૂર પડે છે.
આદુની વાવણી કરવાની રીત
આદુનું વાવેતર કરતી વખતે બે લાઇન વચ્ચે 30 થી 40 સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે 25 થી 35 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ. વાવણી બાદ હળવી માટી કે છાણ નાંખીને બીને ઢાંકી દેવા જોઈએ. આ ઉપરાંત ખેતરમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
કેટલો આવશે ખર્ચ
આદુનો પાક તૈયાર થવામાં 8 થી 9 મહિના લાગે છે. એક હેક્ટરમાં આદુનો 150 થી 200 ક્વિંટલ પાક ઉતરે છે. એક હેક્ટરમાં ખેતીનો ખર્ચ આશરે 7-8 લાખ રૂપિયા આ છે. બજારમાં આદુ 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યું છે. જો તેને 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવે તો હેક્ટરમાં 25 લાખ રૂપિયા સુધી સરળતાથી કમાણી કરી શકાય છે.