Gujarat Agriculture Schemes: ખેડૂતોની આવક બમણી કરવા અને તેની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર વિવિધ પ્રકારની ખેડૂત સહાયલક્ષી યોજનાઓ ચલાવે છે. આ યોજનાનો લાભ લઈને ખેડૂતો આવક વધારી શકે છે.


ખેતીમાં ખેડાણ, કાપણી, વાવણી સરળ બને તે માટેની યોજના


ખેતીમાં ખેડાણ, કાપણી, વાવણી જેવા અગત્યના અને અઢળક શ્રમ માંગી લેતા કાર્યો ખેડૂતો સરળતાથી, સમયસર કરી શકે અને ખેડૂત મહત્તમ ઉત્પાદન મેળવી શકે એ માટે ખેડૂતો પાસે સ્માર્ટ ઓજારો હોવા જરૂરી છે. ખેડૂતોની એ જ જરૂરિયાત માટે છે સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ સહાય યોજના.


ખેતમાં ઉભા પાકના રક્ષણ માટેની યોજના


ખેડૂતનો પાક તૈયાર થયા બાદ કુદરત સહિત ક્યારેક જંગલી જાનવરો પણ સોથ વાળી દેતા હોય છે. ખેડૂતોના પાકેને જંગલી જાનવરોથી રક્ષણ મળે તે માટે એક યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા રોઝ ભુંડ જેવા પ્રાણીઓથી ખેતી પાકના રક્ષણ માટે ખેતર ફરતે કાંટાળી તારની વાડની યોજના અમલમાં મુકવામાં આવી છે. 


ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બને તે માટેની યોજના


ગુજરાતમાં ખેડૂતોને ઓઈલ એક્સટ્રેશન યુનિટમાં સહાય આપવામાં આવે છે. જેમાં ખર્ચના 50 ટકા અથવા વધુમાં વદુ રૂપિયા 2.50 લાખ પ્રતિ યુનિટની મર્યાદમાં સહાય આપવામાં આવે છે. જેનો હેતુગ્રામ્ય કક્ષાએ કૃષિ પેદાશોના પ્રોસેસિંગ ઉદ્યોગને વેગ આપી રોજગારીની નવી તકો ઉભી થાય તેવો છે.  






સહાય યોજનાનો લાભ લેવા કયા પુરાવા જોઈએ



  • ખેડૂત નોંધણી પત્ર નં.

  • 7-12, 8-A ખાતા નં.

  • આધાર કાર્ડ

  • ઓળખપત્ર

  • પાસપોર્ટ સાઈઝ ફોટો

  • બેંક પાસબુક

  • મોબાઇલ નંબર (નોંધણી માટે)

  • બેંક ખાતા નં.

  • ચેક