Honey Bee Farming: ભારત એક કૃષિ પ્રધાન અને વિવિધ વનસ્પતિની દ્રષ્ટિએ સમૃધ્ધ દેશ છે. મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા પ્રયાસ કરી રહી છે. દેશ અને રાજ્યમાં કોરોના મહામારીને કારણે અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. ત્યારે લોકો વિવિધ પ્રકારનાં ધંધા અજમાવી રહ્યાં છે. આજે એક એવા ધંધા અંગે વાત કરવાના છે જેમાટે સરકાર પણ સહાયતા આપે છે. આ ધંધો છે મધમાખી ઉછેર.
મધમાખી ઉછેર એ ખૂબ જ અગત્યનો ખેતી આધારીત ઉદ્યોગ છે. એક અહેવાલ પ્રમાણે, ભારત 1200 લાખ મધપૂડા ઉછેરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે દેશનાં 60 લાખ લોકોને આજીવિકા મળી રહે તેમ છે. વૈજ્ઞાનીક પધ્ધતિથી જો મધમાખીનો ઉછેર કરવામાં આવે તો 12 લાખ ટન મધ ઉત્પાદન કરી શકાય તેમ છે.
ગુજરાતનો ખેડૂત આત્મનિર્ભર બને તે માટે મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપી, ખેડૂતોને જરૂરી સહાય પૂરી પાડી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર પૂરજોશમાં કામ કરી રહી છે. મધમારી ઉછેર માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સહાય આપે છે.
મધમાખી ઉછેર પ્રોત્સાહન માટે યોજનાઃ ઘટક મધમાખી સમૂહ (કોલોની)
MIDH ગાઈડલાઈન મુજબ સહાય ધોરણ
- યુનિટ કોસ્ટ રૂપિયા 2000 /8 ફ્રેમની કોલોની માટે
- ખર્ચના 40 ટકા સહાય
- 50 કોલોની / લાભાર્થી સુધી મર્યાદા
- એક જ વાર
રાજ્ય સરકારની વધારાની પુરક સહાય
- સામાન્ય ખેડૂતને 15 ટકા
- અનુસૂચિત જન જાતિના ખેડૂતને 25 ટકા પુરક સહાય