Pradhan Mantri Krishi Sinchai Yojana: ખેડૂતોની આવક બમણી કરવા સરકાર વિવિધ પ્રકારની યોજના ચલાવી રહી છે. આવી જ એક યોજના છે, જેમાં ખેડૂતો ઓછા પાણીએ ખેતી કરી શકે છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે. યોજનાને ખેડૂતો તરફથી મળેલા પ્રતિસાદને જોતાં કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને 2026 સુધી લંબાવી હતી.
શું છે યોજનાનો હેતુ
દેશમાં આશરે 14 કરોડ હેક્ટર જમીન પર ખેતી થાય છે, 2015માં જ્યારે પીએમ કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત થઈ ત્યારે 6.5 કરોડ હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હતી. જેનો મતલબ મોટા ભાગની ખેતીની જમીન વરસાદી પાણી પર આધારિત હતી. વરસાદ આધારિત વિસ્તારમાં જો સમયસર વરસાદ ન પડે તો પાક ઓછો થાય છે. જેના કારણે ખેડૂતોને જેટલો જોઈએ તેટલો લાભ મળતો નથી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો હેતુ દરેક ખેતર સુધી પાણી પહોંચાડવાનો છે. આ એક અમ્બ્રેલા સ્કીમ છે અને તેમાં મુખ્યત્વે બે ઘટકો સામેલ કરવામાં આવ્યા છે.
આ યોજનાનો હેતુ દરેક ખેતર સુધી પાણી પહોંચાડવા અને ખેતી યોગ્ય જમીનનો વિસ્તાર કરવાનો છે. આ ઉપરાંત ખેતરમાં પાણીના ઉપયોગની પદ્ધતિમાં સુધારો કરવાનો તથા કાયમી જળ સંરક્ષણ પ્રથાને રજૂ કરવાનો છે. પાણીની બચત આ યોજનાની મુખ્ય બાબત છે. 2020-21 દરમિયાન આ યોજના અંતર્ગત 9 લાખ 38 હજાર હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવરી લેવાઈ હતી. જેમાં ટપક અને ફૂવારા પદ્ધતિ સામેલ છે.
આ પણ વાંચોઃ
Kesar Mango Price: કેસર કેરી પર પડ્યો Tauktae વાવાઝોડાનો માર, ભાવ થયો બમણો
Cashew Farming: લખપતિ નહીં કરોડપતિ પણ બની શકશો, કાજુની ખેતીથી આ રીતે થઈ શકો છો માલામાલ
ગુજરાત સરકાર ખેડૂતોને ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા આપે છે આટલી સહાય, જાણો વિગત