Lumpy Virus in Animals: ગુજરાતના કચ્છ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાયોમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ (LSD) નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. આ રોગ કેપ્રી પોક્ષ નામના વાયરસથી થાય છે. આ વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જૂ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.
રોગના લક્ષણ: રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે.
- જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે.
- મોઢામાંથી લાળ પડે છે. ત્યારબાદ પશુની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે.
- રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ 2 થી 3 અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફ્લાવાનો દર માત્ર 10 થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખૂબજ ઓછો 1 થી 2 ટકા છે.
મનુષ્યમાં નથી ફેલાતો આ રોગ
આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.આરોગ મુખ્યત્વે તેના લક્ષણો પરથી પરખાઇ આવે છે. તે ઉપરાંત પી.સી.આર. અને એલાઇઝા પ્રકારની ટેસ્ટ દ્વારા લેબોરેટરી નિદાન થાય છે.
રોગચાળાને અટકાવવા અને કાબૂમાં લેવાના પગલાં
આ રોગચાળાને કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી તેમજ યોગ્ય દવાઓનાં ઉપયોગથી માખી, મચ્છર અને ઇતરડી નો ઉપદ્રવ અટકાવવો. રોગગ્રસ્ત વિસ્તારમાંથી કોઇ પશુ લાવવું નહી. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.
કેમિકલથી વધારે શક્તિશાળી છે જીવામૃત, પાકને આપશે અમૃત જેવી શક્તિ, જાણો બનાવવાની રીત
બજારમાં ઓર્ગેનિક ઉત્પાદનોની વધતી જતી માંગને કારણે હવે ખેડૂતો પાક ઉગાડવા માટે ઓર્ગેનિક ખેતી પણ અપનાવી રહ્યા છે. ઓર્ગેનિક ખેતીથી ખર્ચની બચત થાય છે. સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. આ ચમત્કારની પાછળ જૈવિક સંસાધનોમાંથી બનાવવામાં આવેલા જીવામૃતનું યોગદાન છે. જેના ઉપયોગથી પાકનો વિકાસ ઝડપી બને છે અને પાકમાં જીવજંતુઓ તથા રોગો થવાની સંભાવના પણ દૂર થાય છે. ખૂબ જ ઓછા ખર્ચે બનતું જીવામૃત જમીનને સોનામાં ફેરવી નાખે છે અને પાકને અમૃતની જેમ શુદ્ધ કરે છે.
આવી રીતે બનાવો જીવામૃત
ખેડૂત ભાઈઓ કે જેઓ આ વખતે તેમના પાકની જૈવિક ખેતી કરવા માંગે છે તેઓ ઘરે જ જીવામૃત, જૈવિક ખાતર અને જૈવિક જંતુનાશકો બનાવી શકે છે. તેમાં ઉપયોગમાં લેવામાં આવતી મોટાભાગની વસ્તુઓ ખેડૂતોના ઘરમાં હાજર હોય છે. આવો જાણીએ તેને બનાવવાની રીત –
- જીવામૃત બનાવવા માટે પહેલા 10 લીટર ગૌમૂત્ર, 3 કિલો ગોળ, 5 કિ.ગ્રા. ગાયનું છાણ અને 2 કિ.ગ્રા. બેસન અને પ્લાસ્ટિકનું કન્ટેનર લો.
- સૌ પ્રથમ એક અલગ વાસણમાં 3 કિલો ગોળને પીસીને એટલા જ પાણીમાં ઓગાળી લો.
- પાત્રમાં ગૌમૂત્ર અને બેસન ઉમેરીને દરેક ગઠ્ઠા ઓગળી જાય તેવું મિશ્રણ તૈયાર કરો.
- જે બાદ છાણ અને પાણીમાં ઓગળેલા ગોળનું મિશ્રણ ઉમેરો, લાકડીઓની મદદથી દ્રાવણને મિક્સ કરો
- છેલ્લે 2 કિલો બેસન મિક્સ કરીને લાકડીની મદદથી થોડી વાર માટે હલાવીને બરાબર મિક્સ કરો.
- આ દ્રાવણમાં થોડું પાણી ઉમેરીને તેને 7 દિવસ સુધી ઢાંકીને રોજ લાકડીઓની મદદથી ફેરવતાં રહો.
- 7 દિવસ પછી આ દ્રાવણનો ઉપયોગ છોડ પર જંતુનાશક અને પોષણ તરીકે થઈ શકે છે.
શું છે જીવામૃતના ફાયદા
- ખેતરોમાં જીવામૃત છોડના મૂળને ઓક્સિજન લેવામાં મદદ કરે છે.
- જીવાામૃતનો ઉપયોગ કમ્પોસ્ટિંગમાં પણ થાય છે, તે અળસિયાની સંખ્યા વધારવામાં પણ મદદ કરે છે.
- તેનો ઉપયોગ છોડને પોષક તત્વો શોષવામાં પણ મદદ કરે છે.
- જીવામૃત જમીનની ફળદ્રુપતા તેમજ પાકનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
- આનાથી પાકને ઉગાડતા સૂક્ષ્મજીવો, જીવાણું અને બેક્ટેરિયા ઝડપથી કામ કરે છે.
- તેના ઉપયોગથી જમીન નરમ પડે છે, જે મૂળિયાને ફેલાવવામાં મદદ કરે છે.
- જીવામૃતનો ઉપયોગ ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવવામાં પણ મદદ કરે છે.
- જીવામૃત બીજના અંકુરણ અને પાંદડાને લીલા બનાવવામાં ઘણી મદદ કરે છે.
- તેના ઉપયોગથી ઉગાડવામાં આવતા શાકભાજી, ફળો અને અનાજનો સ્વાદ અલગ હોય છે.