Natural Farming: પ્રાકૃતિક કૃષિ એટલે તર્કસંગત કૃષિ. પ્રકૃતિના નિયમોને જાણી, પ્રકૃતિને પોતાની રીતે વિકસીત થવામાં મદદરૂપ ખેતી. પ્રાકૃતિક કૃષિમાં પિયત વ્યવસ્થા આવા જ તર્ક અને તારણોથી ગોઠવવામાં આવી છે જેથી સંશાધનોનો બચાવ પણ થાય અને ઉત્પાદન પણ વધે.


ગુજરાતનો ખેડૂત હવે આધુનિક બન્યો છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે. ગાય આધારિત ખેતી કરીને રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરીને તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડી સારી એવી કમાણી કરી રહ્યા છે.


પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો


દેશી ગાય



  • પ્રાકૃતિક  ખેતી દેથી ગાય પર આધારિત છે.

  • દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300-500 કરોડ સુક્ષ્મ જીવાણું હોય છે.

  • દેશી ગાયના છાણ અને મૂત્રની સુગંધથી દેશી અળસિયા જમીનના ઉપરના સ્તરમાં આવી જાય છે અને જમીન વધુ ઉત્પાદક બને છે.

  • દેશી ગાયના છાણમાં છોડના વિકાસ માટે જરૂરી 16 મુખ્ય પોષકતત્વો હોય છે.

  • આ તમામ પોષકતત્વો દેશી ગાયના આંતરડાંમાં બને છે. તેથી દેશી ગાય પ્રાકૃતિક ખેતીનો મૂળ આધાર છે.


પિયત વ્યવસ્થા



  • પ્રાકૃતિક ખેતીમાં છોડને પિયત થોડી દૂર આપવામાં આવે છે.

  • આમ કરવાથી 10 પાણીનો ઉપયોગ અને 90 ટકા પાણીની બચત થઈ શકે છે

  • થોડે દૂરથી પાણી અપાતાં છોડના મૂળની લંબાઈ વધી જાય છે. જેના પરિણામે છોડના થડની જાડાઈ અને લંબાઈ વધે છે.

  • છોડની લંબાઈ અને જાડાઈ વધતાં ઉત્પાદન વધારે મળે છે.




પ્રાકૃતિક ખેતી અંગે ગાંધીજી શું કહેતા


માટીને ઉંચી નીચી કરવાનું ભૂલી જાવ. ખેતરને ખોદવાનું ભૂલી જાવ. એક રીતે કહીએ તો આ બધુ પોતાને જ ભૂલી જવા જેવું છે. મને સંતોષ છે કે વિતેલા થોડા વર્ષોમાં દેશના અનેક રાજ્યોમાં સુધારા થઈ રહ્યા છે. નજીકના વર્ષોમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે અને એમાંથી કેટલાક તો સ્ટાર્ટઅપ્સ છે. તેમાં ખેડૂતોને તાલિમ પણ આપવામાં આવે છે અને ખેતીમાં આગળ ધપવા માટે મદદ પણ કરવામાં આવી રહી છે.




પુરાણોમાં ખેતી અંગે શું છે ઉલ્લેખ


આપણે ત્યાં ઋગ્વેદ અને અથર્વવેદથી માંડીને આપણાં પુરાણો સુધી કૃષિ- પારાશર અને કાશ્યપિય કૃષિ સુક્ત જેવા પ્રાચીન ગ્રંથો સુધી અને દક્ષિણમાં તામિલ નાડુના સંત તિરૂવલ્લુવરજીથી માંડીને ઉત્તરમાં કૃષક કવિ ધાધ સુધી આપણી ખેતી અંગે કેટલીક બારીકીઓથી સંશોધન થયા છે. જેમ એક શ્લોક છે કે -


ગોહિતઃ ક્ષેત્રગામી ચઃ.


કાલજ્ઞો બીજ-તત્પરઃ,


વિતન્દ્રઃ સર્વ સશ્યાઢ્ય,


કુશકો ન અવસીદતિ.


આનો અર્થ એવો થાય છે કે જે ગોધનનું, પશુધનનું હિત જાણતો હોય, મોસમ અને સમય બાબતે જાણતો હોય, બીજ બાબતે જાણકારી ધરાવતો હોય અને આળસ કરતો ના હોય તેવો ખેડૂત ક્યારેય પણ પરેશાન થતો નથી. ગરીબ બનતો નથી. આ એક શ્લોક પ્રાકૃતિક ખેતીનું સૂત્ર પણ છે અને પ્રાકૃતિક ખેતીની તાકાત પણ બતાવે છે. તેમાં જેટલા પણ સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રાકૃતિક સ્વરૂપે ઉપલબ્ધ છે. આ રીતે માટીને કેવી રીતે ઉપજાઉ બનાવાય, ક્યારે કયા પાકને પાણી આપવામાં આવે, પાણીની બચત કેવી રીતે થઈ શકે તેના ઘણાં સૂત્રો આપવામાં આવ્યા છે. એક ખૂબ જ પ્રચલિત શ્લોક છે કે-


નૈરૂત્યાર્થં હિ ધાન્યાનાં જલં ભાદ્રે વિમોચયેત્


મૂલ માત્રન્તુ સંસ્થાપ્ય કારયેજ્જત- મોક્ષણમ્.


 આનો અર્થ એવો થાય છે કે પાકને બિમારીથી બચાવીને તંદુરસ્ત બનાવવા માટે ભાદરવા મહિનામાં પાણી કાઢી નાંખવુ જોઈએ. માત્ર મૂળ માટે જ પાણી ખેતરમાં રહેવું જોઈએ. કવિ ધાધે પણ લખ્યું છે કે


ગેહુ બાહેં, ચના દલાયે,


ધાન ગાહેં, મક્કા નિરાયે.


ઉખ કસાયે


આનો અર્થ એવો થાય છે કે ખૂબ ઠંડી પડવાથી ઘઉં, ચૂંટવાથી ચણા અને વારંવાર પાણી આપવાથી અનાજ તથા નિંદામણ કરવાથી મકાઈ તેમજ પાણી છોડ્યા પછી શેરડીનું વાવેતર કરવાથી પાક સારો થાય છે. તમે કલ્પના કરી શકો છો કે આશરે બે હજાર વર્ષ પહેલાં તામિલ નાડુના સંત તિરૂવલ્લુવરજીએ પણ ખેતી સાથે જોડાયેલા કેટલા બધા સૂત્રો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે -


તોડિ- પુડુડી કછચા ઉણક્કિન,


પિડિથેરૂવુમ વેંડાદ્ સાલપ પડુમ.


આનો અર્થ એવો થાય કે જમીન સૂકી હોય તો પા ભાગની જમીન ઓછી કરીને વાવેતર કરવામાં આવે તો ખાતર વગર પણ ખૂબ જ અનાજ પાકે છે.