Agriculture News: ગુજરાતમાં આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને મબલખ નફો કમાઈ રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ એટલે તર્કસંગત કૃષિ. પ્રકૃતિના નિયમોને જાણી, પ્રકૃતિને પોતાની રીતે વિકસીત થવામાં મદદરૂપ ખેતી. પ્રાકૃતિક કૃષિમાં પિયત વ્યવસ્થા આવા જ તર્ક અને તારણોથી ગોઠવવામાં આવી છે જેથી સંશાધનોનો બચાવ પણ થાય અને ઉત્પાદન પણ વધે. ગુજરાતનો ખેડૂત હવે આધુનિક બન્યો છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે. ગાય આધારિત ખેતી કરીને રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરીને તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડી સારી એવી કમાણી કરી રહ્યા છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં દેશી ગાય આધારિત રસાયણ-મુક્ત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખૂબ તત્પર છે. પ્રાકૃતિક ખેતી અંગે યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણ તેમજ વૈજ્ઞાનિક સંશોધનને વેગ આપવા માટે સ્નાતક-અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ઘડવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. જે અંગે બજેટમાં ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે.


ગુજરાતમાં શરૂ થશે પ્રાકૃતિક ખેતીના શિક્ષણનો નવો અધ્યાય


ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અંગે સ્નાતક-અનુસ્નાતક કક્ષના અભ્યાસક્રમો તૈયાર કરવા રાજ્ય સરકારનું આયોજન છે. આ અભ્યાસ તૈયાર કરવા ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક અગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં આઠ સભ્યોની કમિટી બનાવાશે. પંચમહાલના હાલોલ ખાતે યુનિવર્સિટીનું મુખ્ય મથક સ્થપાશે. પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સંશોધનને વેગ મળશે અને ખેડૂતોનું નિષ્ણાંતોનું માર્ગદર્શન મળશે.




પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો


દેશી ગાય



  • પ્રાકૃતિક  ખેતી દેથી ગાય પર આધારિત છે.

  • દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300-500 કરોડ સુક્ષ્મ જીવાણું હોય છે.

  • દેશી ગાયના છાણ અને મૂત્રની સુગંધથી દેશી અળસિયા જમીનના ઉપરના સ્તરમાં આવી જાય છે અને જમીન વધુ ઉત્પાદક બને છે.

  • દેશી ગાયના છાણમાં છોડના વિકાસ માટે જરૂરી 16 મુખ્ય પોષકતત્વો હોય છે.

  • આ તમામ પોષકતત્વો દેશી ગાયના આંતરડાંમાં બને છે. તેથી દેશી ગાય પ્રાકૃતિક ખેતીનો મૂળ આધાર છે.


પિયત વ્યવસ્થા



  • પ્રાકૃતિક ખેતીમાં છોડને પિયત થોડી દૂર આપવામાં આવે છે.

  • આમ કરવાથી 10 પાણીનો ઉપયોગ અને 90 ટકા પાણીની બચત થઈ શકે છે

  • થોડે દૂરથી પાણી અપાતાં છોડના મૂળની લંબાઈ વધી જાય છે. જેના પરિણામે છોડના થડની જાડાઈ અને લંબાઈ વધે છે.

  • છોડની લંબાઈ અને જાડાઈ વધતાં ઉત્પાદન વધારે મળે છે.