Agriculture News: ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ લઈને અનેક ખેડૂતો સદ્ધર બન્યા છે. ખેડૂતો માટે તત્કાલની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શરૂ કરેલી યોજના વર્તમાન સરકારે અભેરાઇ ચડાવ દેતાં બાળમરણ થયું છે. પ્રગતિશીલ ખેડૂતો માટેની 100 કરોડ રૂપિયાની યોજના શરૂ થાય તે પહેલા જ બંધ થઈ ગઈ છે.
શું હતી યોજના
ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં હજારો એકર વેરાન અને ઉજ્જડ જમીન બિનઉપયોગી પડી રહી છે. આ જમીનને ઉપજાઉ જમીન બનાવવા માટે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાગાયત વિકાસ મિશન હેઠળ એક યોજના બનાવી હતી. આ યોજનાનો પ્રથમ તબક્કો પૂર્ણ થાય તે પહેલાં જ યોજનાનુ બાળમરણ થયુ છે. રાજ્યમાં 50 હજાર ઉજ્જડ જમીન ઉપજાઉ જમીન બને તે પહેલાં જ સરકારે આ યોજનાનુ ફિંડલુ વાળી દીધુ છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત વર્ષે જાન્યુઆરીમાં મોટા ઉપાડે હજારો એકર વેરાન-ઉજ્જડ જમીનોને ઉપજાઉ જમીન બનાવવાની યોજના લોન્ચ કરી હતી. સરકારે એવુ આયોજન ઘડયુ હતુંકે, વેરાન-ઉજજડ જમીનોને નજીવી રકમે 30 વર્ષના ભાડેપટે આપવામાં આવશે આ યોજનાને કારણે હજારો એકર જમીન ઉપજાઉ જમીન બનાવવા નક્કી કરાયુ હતું. પ્રથમ તબક્કામાં સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 50 હજાર ઉજ્જડ જમીન ભાડે પટે આપવા નિર્ણય લેવાયો હતો. કૃષિ વિભાગે આ અંતર્ગત ઠરાવ પણ બહાર પાડયો હતો.
કેમ યોજના બંધ કરવી પડી
મુખ્યમંત્રી બાયાગત વિકાસ મિશન હેઠળની આ યોજનાનો અમલી બને તે પહેલા જ બાળમરણ થયું હતું. વેરાન- ઉજ્જડ જમીન પર સુક્ષ્મ પિયત પધ્ધતિનો ઉપયોગ કરીને ખેત ઉત્પાદન ઉપરાંત આવક મેળવવાનો હેતુ હતો પણ તેના પર પાણી ફરી વળ્યુ છે. તેનુ કારણ એછેકે, કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગ વચ્ચે સંકલનનો ભારોભાર અભાવ હોવાથી આ યોજના બંધ કરવી પડી છે.
કૃષિ મંત્રીએ શું કહ્યું
વર્તમાન સરકારે હાલ આ યોજના બંધ કરી દીધી છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની વધુ એક યોજનાને વર્તમાન સરકારે અભિરાઇ ચડાવી દીધી છે. આ મુદ્દે વિરોધ પક્ષે પણ સવાલો ઉઠાવ્યાં છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ મુદ્દે ધરાર ઇન્કાર કર્યો છે.