Palm Farming: ખારેક (ખજૂર)ની ખેતી આફ્રિકા અને આરબ દેશોમાં થાય છે. પરંતુ ભારતના ઘણા ભાગોમાં ખારેકની ખેતી કરીને તગડો નફો કમાઈ રહ્યા છે. તેના છોડ નર અને માદા બે પ્રકારના હોય છે. ખજૂરનો ઉપયોગ ખાવા ઉપરાંત જ્યૂસ, જામ, ચટણી, આચાર અને બેકરી ઉત્પાદનોમાં થાય છે.
ખારેકની ખેતીમાં વધારે ખર્ચ થતો નથી. એક વૃક્ષમાં 70 થી 100 કિલો સુધીનો પાક લઇ શકાય છે. એક એકરમાં આશરે 70 વૃક્ષ વાવી શકાય છે. આ રીતે એક સીઝનમાં 50 હજાર કિલો સુધી પાક લઈ શકાય છે. ખજૂર બજારમાં ઊંચી કિંમતે વેચાય છે. 5 વર્ષમાં ખેડૂત બે થી ત્રણ લાખ સુધીની કમાણી સરળતાથી કરી શકે છે. એક વૃક્ષમાંથી આશરે 50 હજાર સુધીની કમાણી કરી શકાય છે.
ક્યાં થાય ખજૂર-ખારેકની ખેતી
ખજૂરની ખેતી માટે પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તેવી રેતાળ માટીની જરૂર હોય છે. આ ખેતી માટે વધારે પાણીની પણ જરૂર પડતી નથી. ઉપરાંત તડકામાં પણ તેના છોડનો વિકાસ થાય છે. વૃક્ષની વૃદ્ધિ માટે 30 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે, જ્યારે ખજૂરને પકાવવા માટે 45 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે.
કેવી રીતે વાવશો આ વૃક્ષ
ખજૂરના વૃક્ષ વાવવા માટે ખેતરમાં એક મીટરના અંતરે ખાડા તૈયાર કરો. આ ખાડામાં 25 થી 30 કિલો છાણીયું ખાતર માટી સાથે મિક્સ કરીને નાંથો. સરકારી રજિસ્ટર્ડ નર્સરીમાં છોડ ખરીદીને આ ખાડામાં રોપી દો. તેમની રોપણી માટે ઓગસ્ટ મહિનો શ્રેષ્ઠ છે. એક એકરમાં આશરે 70 ખજૂરના છોડ લગાવી શકાય છે. ત્રણ વર્ષ બાદ આ છોડ પાક આપવા લાયક થઈ જાય છે.
સિંસાઈ તથા અન્ય જાણકારી
ખજૂરના છોડને પાણીની ખૂબ ઓછી જરૂર હોય છે. ઉનાળામાં 15 થી 20 દિવસે પાણી આપવું જોઈએ. શિયાળામાં મહિને એક વખત પિયત કરવું જોઈએ. ખજૂરના વૃક્ષ પર જ્યારે ફળ આવવા લાગે ત્યારે પક્ષીઓનો ખતરો વધી જાય છે. પાકને પક્ષીઓથી બચાવવા માટે તેના પર કપડું ઢાંકી રાખવું જોઈએ.