PM Kisan Samman Nidhi: દેશના ખેડૂતોને એક સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની રકમ વધારી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂત પરિવારોને આપવામાં આવતા 6000 રૂપિયામાં લગભગ 50 ટકાનો વધારો કરી શકાય છે, એટલે કે તેમાં 2000 રૂપિયાથી 30000 રૂપિયાની વધુ આર્થિક સહાય આપવામાં આવી શકે છે.
એમએસપી હેઠળ ખરીદી વધારવા પર પણ વિચારણા કરવામાં આવી રહી છે
આ માટે કેન્દ્ર સરકાર અન્ય એક પગલા પર પણ વિચાર કરી રહી છે, જે અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી હેઠળ ખરીદી વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેથી ગ્રામીણ આવકમાં કોઈ ઘટાડો ન થાય.
આ પ્રસ્તાવ વડાપ્રધાન કાર્યાલય સમક્ષ મૂકવામાં આવ્યો હતો
આર્થિક પોર્ટલ ફાઈનાન્સિયલ ટાઈમ્સના સમાચાર અનુસાર, એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી છે કે આ પ્રસ્તાવ વડાપ્રધાન કાર્યાલય સમક્ષ મૂકવામાં આવ્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો સરકાર સામે વાર્ષિક ધોરણે 20,000-30,000 કરોડ રૂપિયાનો ખર્ચ વધી જશે. જો કે તેનો અમલ ક્યારે થશે તે હજુ નક્કી નથી, પરંતુ માનવામાં આવે છે કે ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આ નિર્ણય લેવામાં આવશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે.
મધ્યપ્રદેશના કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદનમાં કૃષિનું યોગદાન 40 ટકા છે, જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં તે લગભગ 27-27 ટકા છે. આ રાજ્યોમાં નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં ચૂંટણી યોજવામાં આવશે અને જો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ સહાયની રકમમાં વધારો કરવામાં આવે છે તો આ રાજ્યોની કૃષિ વસ્તીને અસર થઈ શકે છે, જેની અસર ચૂંટણી પરિણામો પર થઇ શકે છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના ફેબ્રુઆરી 2019 માં શરૂ થઇ હતી
ફેબ્રુઆરી 2019 માં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂત પરિવારોને રૂપિયા ટ્રાન્સફર કરવાની શરૂઆત કરાઇ હતીઆ સાથે 85 મિલિયન (લગભગ 8.5 કરોડ) થી વધુ પરિવારોને આર્થિક સહાય મળે છે. કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં પરિવારોએ આ યોજનાનો લાભ લીધો હતો, પરંતુ આવક અને અન્ય માપદંડોના કારણે તેમાં ઘટાડો થયો છે.