Banaskantha: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી એક કુદરતી સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજસ્થાનમાં તીડ આવતા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડના આક્રમણના ભયથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. થરાદ,વાવ અને સુઇગામ પંથકમાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ખેડૂતોને ભય છે કે જો તીડનું ટોળું આક્રમણ કરશે તો તેમનો ઉભો પાક નષ્ટ થઇ જશે. જોકે જિલ્લા કલેકટરે તીડના આક્રમણ પહેલા સાવચેતી ભર્યા પગલાં અને નિયંત્રણ માટે રાજસ્થાન સરકારના સંપર્કમાં હોવાનું દાવો કર્યો હતો.


ઉત્તર ગુજરાતમાં 2019માં તીડનું થયું હતું આક્રમણ

ઉત્તર ગુજરાતમાં 2019માં તીડનું આક્રમણ થયું હતું અને હજારો ખેડૂતો ભોગ બન્યા હતા. બનાસકાંઠામાં તીડના આક્રમણે ખેડૂતોને બરબાદ કરી દીધા હતા. થરાદ વિસ્તારમાં રાજસ્થાનથી આવેલા મોટા ઘેરાવાના તીડોએ આક્રમણ કર્યું હતું. ખેડૂતો તેમનો ઉભો પાક બચાવવા ઢોલ, થાળી વગાડી તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. તીડ પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકારની 11 અને રાજ્ય સરકારની 18 ટીમ કામે લાગી હતી. પરંતુ હાલ રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં તીડના ટોળા જોવા મળતા ક્યાંક સરહદીય વિસ્તારમાં પણ ખેડૂતોમાં દહેજ જોવા મળી રહે છે જોકે લીલો છમ પાક ક્યાંક તીડના આક્રમણ થી નુકસાન ના થાય તે હેતુથી ખેડૂતોએ સરકાર સમક્ષ તીડ પહેલા નિયંત્રણ લાવવા પ્રયાસ કરવાની માંગ કરાઇ છે.


તીડ શું છે


તીડ એક જાતના તીતીઘોડા છે.જે અનુકુળ પરિસ્થિતિમાં ટોળા બનાવીને સેંકડો  માઇલ સુધી એક ધારા ઉડીને દુરના પ્રદેશમાં આક્રમણ કરીને ખેતીવાળા પ્રદેશમાં ઉતરીને હજારો એકર પાકેને નકુશાન કરે છે. તાજા નીકળેલા લાલ તીડ ખૂબ જ ખાઉધરા હોય છે અને દૂર ઉડવાની ક્ષમતા ધરાવે છે.


તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરશો



  • તીડનું ટોળું આવતું હોવાની જાણ થાય તો તરત જ ગ્રામજનોને સાવધ કરો, ખેતરમાં ઢોલ, પતરના ડબ્બા કે થાળીઓ વગાડી મોટો અવાજ કરો.

  • તીડનું ટોળું રાત્રી રોકાણ કરે તો કેરોસીનના કાકડા અથવા ફ્લેમથ્રોઅર સળગાવીને ભગાવો.

  • લીમડાની લીંબોળીની માંજનો ભુકો 500 ગ્રામ (5 ટકા અર્ક) અથવા લીમડાનું તેલ 40 મીલી + કપડાં ધોવાનો પાઉડર 10 ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર કરેશ કીટકનાશર 20 મીલી થી 40 મીલી 10 લીટર પાણીમાં ઉમેરી આ દ્રાવણનો છંટકાવ કરવાથી તીડ આવા છોડ ખાતા નથી.

  • તીડે જ્યાં ઈંડા મુક્યા હોય તે વિસ્તારમાં ઊંડી ખેડ કરીને ઇંડાનો નાશ કરવો. ઉપરાંત જે વિસ્તારમાં તીડે ઈંડા મૂક્યા હોય તે વિસ્તારની જમીન પર એક હેકટર દીઠ 25 કિલોગ્રામ જેટલી મેલાથીઓને 5 ટકા ભૂકીના પટ્ટા કરવા.

  • તીડન બચ્ચા મોટા થયા પછી ખોરાકની શોધમા આગેકૂચ કરતા હોય ત્યારે અનુકૂળ જગ્યાએ લાંબી ખાઈ ખોદીને તીડના બચ્ચાના ટોળા દાટી દેવા.

  • તીડના બચ્ચાના ટોળાને આગળ વધતાં અટકાવવા જેરી પ્રલોભકા (ઘઉં-ડાંગર ભૂસાની 100 કિલોગ્રામ)નીસાથે ફેનીટોથ્રીઓન (0.5 કિગ્રા) જંતુનાશક દવા + ગોળની સસી (5 કિલોગ્રામ) 0.4 ટકા ક્વાનાલફોસ 1.5 ટકા ભૂકીનો છંટકાવ કરવો.

  • તીડ જોવા મળે તો તરત જ અસર પામતાં ગામના સરપંચ, તલાટી કમ મંત્રી દ્વારા તીડનો અહેવાલ ગ્રામસેવક વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જીલ્લા ખેતીવાડી અધિકારીને ઈમેલ, ટેલીફોન, મોબાઇલ, વોટ્સએપ, એસએમએસ દ્વારા મોકલવો. જો આ શક્ય ન હોય તો ખાસ માણસ દ્વારા શક્ય તેટલી વહેલી તકે પહોંચતો કરવો.