PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 6,000 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવે છે. જોકે છ હજાર રૂપિયાની આ રકમ એક સાથે આપવામાં આવતી નથી. તે વર્ષમાં ત્રણ હપ્તાઓ દ્વારા આપવામાં આવે છે, જે 4 મહિનાના અંતરે આપવામાં આવે છે.


કેન્દ્ર સરકાર નવા વર્ષે પીએમ કિસાન યોજના હેઠળ આગામી હપ્તો એટલે કે 13મો હપ્તો જાહેર કરી શકે છે. આ હપ્તો તે ખેડૂતોને આપવામાં આવશે જેનું નામ યાદીમાં છે. આ સાથે તેણે ઈ-કેવાયસી કરાવ્યું છે. જો તમે e KYC પણ કર્યું નથી તો તમે આ યોજનાથી વંચિત રહી શકો છો. જો કે, જો તમે પાત્ર છો અને તમને આ યોજનાનો લાભ મળી રહ્યો નથી, તો અમે તમને જણાવીશું કે તમારે શું કરવું જોઈએ.


લાયક હોવા છતાં તમને લાભો કેમ નથી મળતો?


ઘણી વખત એવું જોવા મળે છે કે ખેડૂત આ યોજના હેઠળ પાત્ર છે પરંતુ તેને આ યોજનાનો લાભ મળી રહ્યો નથી. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ તેમના ખાતામાં પૈસા નથી આવી રહ્યા. આ સ્થિતિમાં તમારે તમારી અરજી તપાસવી જોઈએ અને તેમાં બેંક એકાઉન્ટ નંબર, આધાર નંબર તપાસો. જો કંઈક ખોટું હોય તો તેને સુધારવું જોઇએ.


અરજી સાચી હોય તો શું કરવું?


જો અરજી સાચી હોય અને તમને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભો ન મળી રહ્યા હોય તો તમારે PM કિસાનના સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરવો જોઈએ. તમે હેલ્પલાઇન નંબર 155261, 1800115566 અથવા 011-23381092 પર પણ કૉલ કરી શકો છો.


તમને PM કિસાન યોજના હેઠળ હપ્તો મળશે કે નહીં તે જાણવા માટે તમે PM કિસાન યોજના હેઠળ તમારી સ્ટેટ્સ પણ ચકાસી શકો છો. સ્થિતિ તપાસવા માટે તમે Farmers Corners સેક્શન પર જાવ. પછી Beneficiary Status પર ક્લિક કરો. હવે રજિસ્ટર્ડ નંબર અથવા ખેડૂત એકાઉન્ટ નંબર દાખલ કરો. હવે Get Data પર ક્લિક કરો, ત્યારબાદ તમારું સ્ટેટસ ખુલશે.


Kamalam Fruit: કમલમ ફળની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય


ગાંધીનગર: કમલમ ફળની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે નોટો નિર્ણય લીધો છે. કમલમ ફળની ખેતીમાં ખેડૂતોને વધુ સહાય મળે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.  વધુ સહાય આપવા સરકારે કમલમ ફળની ખેતીની યુનિટ કોસ્ટ વધુ કરવાનો નિર્ણય કર્યો છે. યુનિટ કોસ્ટ  રૂપિયા 2.50  લાખથી વધારીને યુનિટ કોસ્ટ રૂપિયા 6 લાખ કરવામાં આવી છે.


યુનિટ કોસ્ટ મુજબ અગાઉ એક હેકટર દીઠ  રૂપિયા 1.25 લાખ રૂપિયા સહાય મળતી હતી જે હવેથી રૂપિયા 3 લાખ મળશે. કેન્દ્ર સરકારના નિયમ મુજબ કમલમ ફળની ખેતીમાં યુનિટ કોસ્ટના 50 ટકા સહાય ચૂકવવાની જોગવાઈ છે. ગુજરાતના ખેડૂતોને યુનિટ કોસ્ટ મુજબની સહાય ઓછી પડતી હોવાથી સરકારે વચગાળાનો રસ્તો કાઢ્યો છે.


સરકારી અનાજને સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવા સરકારે બનાવ્યો એક્શન પ્લાન


સરકારી અનાજ સગેવગે થવાની અને ગેરરીતિઓ જેવી અનેક ઘટનાઓ બાદ હવે સરકારી ગોડાઉન (Govt Godown)માંથી સગેવગે થતુ અનાજ અટકાવવા અને ગેરરીતિઓને નાથવા માટે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ (Food and Civil Supplies Corporation) આધુનિક સાધનોથી આ દુષણ સામે સજ્જ થશે.