Pulses Price In India: કેન્દ્ર સરકાર દેશમાં ઘઉં, કઠોળ અને તેલીબિયાંના ભાવને અંકુશમાં લેવા માટે સતત પગલાં લઈ રહી છે. તાજેતરમાં જ્યારે ઘઉંના ભાવમાં વધારો થયો હતો ત્યારે તેની અસર સામાન્ય માણસના રસોડામાં જોવા મળી હતી. લોકોની મુશ્કેલી જોઈને કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો. જો કે આગામી દિવસોમાં ઘઉંની નિકાસમાં રાહત જોવા મળી શકે છે. તે જ સમયે, કેન્દ્ર સરકાર કિંમતોને નિયંત્રિત કરવા માટે મોટી માત્રામાં કઠોળની આયાત કરશે. તેનાથી સ્થાનિક બજારમાં દાળના ભાવને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

Continues below advertisement

10 લાખ ટન તુવેર દાળની આયાત કરવામાં આવશે

આગામી દિવસોમાં તુવેર દાળના ભાવમાં વધારો થવાની સંભાવના છે. આથી કેન્દ્ર સરકાર દાળના ભાવને અંકુશમાં લેવા માટે મોટું પગલું ભરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે લગભગ 10 લાખ ટન સારી ગુણવત્તાની તુવેર દાળની નિકાસ કરવાની યોજના બનાવી છે. તાજેતરમાં કેબિનેટ સચિવના સ્તરે બોલાવવામાં આવેલી વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Continues below advertisement

આટલા લાખ ટન અડદ દાળની આયાત કરવામાં આવશે

સ્થાનિક વપરાશનું સંચાલન કરવા માટે, કેન્દ્ર સરકાર વિદેશમાંથી પણ મોટી માત્રામાં અડદ દાળની આયાત કરશે. ડિસેમ્બર 2022માં લગભગ 2 લાખ ટન અડદ દાળની આયાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ઘરેલુ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 10 લાખ ટન અડદ દાળની આયાત કરશે. આના કારણે દેશમાં દાળના પુરવઠામાં કોઈ સંકટ નહીં આવે. કેન્દ્ર સરકારે આ અંગે આગોતરી યોજના પણ તૈયાર કરી છે. ભારતમાં મોટાભાગના અડદની દાળ પૂર્વ આફ્રિકન દેશોમાંથી અને કેટલીક મ્યાનમારમાંથી આવે છે. અડદ દાળની આયાતને 31 માર્ચ, 2024 સુધી ઓપન જનરલ લાઇસન્સ હેઠળ લાવવામાં આવી છે.

અડદ, તુવેરનું ઉત્પાદન ઘટી શકે છે

કૃષિ મંત્રાલયે અડદ, તુવેર દાળ અંગે પ્રાથમિક અંદાજ રજૂ કર્યો છે. પાક વર્ષ 2022-23 (જુલાઈ-જૂન)માં અડદનું ઉત્પાદન ગયા વર્ષના 43.4 લાખ ટનથી ઘટીને 38.9 લાખ ટન થઈ શકે છે. ગુલબર્ગા વિસ્તારોમાં (કર્ણાટક) હવામાન અને દુષ્કાળની ઝપેટમાં પાક આવી ગયો છે. જેના કારણે તુવેર દાળના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે છે. જેના કારણે કેન્દ્ર સરકારે તુવેરની નિકાસ કરવાનું આયોજન કર્યું છે.