Relief news for farmers: રાજ્ય સરકારે ખેડૂતોને મોટી રાહત આપતા રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતા અંગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સરકારના દાવા પ્રમાણે, રાસાયણિક ખાતર ડીએપી અને એનપીકેનો પૂરતો જથ્થો સહકારી મંડળીઓ અને ગુજકોમાસોલ ડેપોમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે.
જિલ્લાઓમાં રાસાયણિક ખાતર ડી.એ.પી. અને એન.પી.કે.ની ઉપલબ્ધતા પુરતાં પ્રમાણમાં છે. સહકારી મંડળીઓ અને ગુજકો માસોલ ડેપોમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહયો છે. આ અંગે કોઈ પ્રશ્ન હોય તો ખેડૂતો ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નંબર પર સંપર્ક કરી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં ખાતરની કોઈ અછત નથી. સરકારે ખાતરનો પૂરતો જથ્થો સુરક્ષિત કર્યો છે અને તેને સહકારી મંડળીઓ અને ગુજકોમાસોલ ડેપોમાં પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોને ખાતર મળવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.
દ્વારકામાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી, DAP ખાતરની અછતથી પાક પર સંકટ
દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ બાદ ખેડૂતો હજુ પણ મુશ્કેલીમાં છે. અતિવૃષ્ટિને કારણે નુકસાન ભોગવેલા ખેડૂતો હવે શિયાળુ પાક માટે જરૂરી DAP ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને લાંબી લાંબી કતારો લગાવવી પડી રહી છે અને દુકાને દુકાને ભટકવું પડી રહ્યું છે.
વધુ પ્રમાણમાં ખાબકેલા વરસાદને કારણે ખેડૂતોએ નુકસાન ભોગવ્યું છે. શિયાળુ પાકને નુકસાન થયું હોવાથી ખેડૂતો નવા પાક માટે તૈયારી કરી રહ્યા છે. પરંતુ DAP ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાતરની માંગ વધવાથી પુરવઠો ઘટી ગયો છે અને તેના કારણે ખાતરની અછત સર્જાઈ છે.
સૌરાષ્ટ્રમાં કપાસની આવકમાં વધારો
સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવકોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, આ આવકોની પાછળ ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવમાં 50 થી 100 રૂપિયાનો ઘટાડો અનુભવવો પડી રહ્યો છે. વધતી જતી ખેતી ખર્ચ અને ઓછા ભાવને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ભાવમાં દર વર્ષે 20 થી 25% જેવો વધારો થાય છે, જ્યારે ખેડૂતોને મળતા ભાવમાં વધારો નહિવત છે. હાલમાં, કપાસ એક મણના ભાવ 1500 થી 1550 રૂપિયા જેટલા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ