Sandalwood Farming: ભારતની આશરે 50 ટકાથી વધુ વસતિ ખેતી પર નિર્ભર છે. ખેતી ખેડૂતોને નફો નહીં આપનારું સેક્ટર માનવામાં આવે છે. ખેડૂતો પણ તેમનો પૂરતું વળતર નહીં મળતું હોવાનું ફરિયાદ કરતચાં હોય છે. આ પાછળ કૃષિ નિષ્ણાતો ખેતીને લઈ ખેડૂતોની પારંપરિક અને જૂની વિચારશ્રેણીને દોષ આપે છે. અનેક ખેડૂતો આજે પણ નવા જમાનાના પાકની ખેતી અને ટેક્નોલોજી અપનાવવામાં સંકોચ અનુભવે છે.


ચંદન સૌથી વધુ નફો આપતું ઝાડ માનવામાં આવે છે. તેની ખેતીથી ખેડૂતો સરળતાથી લાખો-કરોડો કમાઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચંદનના વધારે માંગ રહેછે. જોકે આ ડિમાંડ હજુ સુધી પૂરી થઈ શકી નથી. આ કારણે ચંદનના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચંદનના ઝાડને જૈવિક અને પાંરપરિક બંને રીતે ઉગાડી શકાય છે. આ વૃક્ષને જૈવિક રીતે ઉગવામાં 10 થી 15 વર્ષ, જ્યારે પારંપરિક રીતે ઉગવામાં 20 થી 25 વર્ષ લાગે છે. આ વૃક્ષ રેતાળ અને બરફીલા વિસ્તારને છોડીને ગમે ત્યાં થઈ શકે છે. ચંદનનો ઉપયોગ ફર્નીચર બનાવવાથી લઈને સૌંદર્ય પ્રસાધન અને આયુર્વેદિક દવામાં પણ થાય છે.


ચંદનની ખેતી કરવામાં ધીરજની જરૂર છે. તેની ખેતીથી લાંબાગાળે લાભ થાય છે. ચંદનનું વૃક્ષ આઠ વર્ષનું થયા બાદ તેમાં હર્ટવુડ બનવાનું શરૂ થાય છે અને રોપણીના 12 થી 15 વર્ષ બાદ કાપણી માટે તૈયાર થાય છે. જ્યારે વૃક્ષ મોટું થઈ જાય ત્યારે દર વર્ષે 15 થી 20 કિલો લાકડું આસાનીથી મળે છે. જે બજારમાં આશરે ત્રણ થી સાત હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. ક્યારેક તેની કિંમત 10 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચે છે.


સરકારે આમ આદમીને ચંદનના લાકડાના ખરીદ-વેચાણ કરવા પર રોક લગાવી છે પણ કોઈપણ ખેડૂત ચંદનની ખેતી કરી શકે છે. જેની ખરીદી સરકાર કરે છે. ચંદનનું વૃક્ષ વાવવા માટે તેનો છોડ લાવવો પડશે. આ છોડની કિંમત 100 રૂપિયાથી લઈ 150 રૂપિયા વચ્ચે હોય છે. પ્રતિ હેક્ટર ચંદનની ખેતીનો ખર્ચ આશરે 30 લાખ રૂપિયા સુધી આવે છે. ચંદનનું વૃક્ષ મોટું ઝાડ બન્યા ખેડૂત આસાનીથી દોઢ કરોડ રૂપિયા સુધીનો નફો કમાઈ શકે છે.