Summer Crop Season: રાજ્યમાં અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, રાજ્યમાં ઠેર ઠેર ઉનાળુ પાકની બમ્પર આવક થઇ રહી છે. રાજ્યમાં આ વર્ષે બમ્પર ઉનાળુ પાક ઉગ્યો છે, જેને લઇને હવે સરકારના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના ખેતી નિયામકે ખેડૂતો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરીને યોગ્ય જાળવણી કરવાની સલાહ આપી છે. 


રાજ્યમાં આ વર્ષે બમ્પર ઉનાળુ પાક થયો છે. મળતી માહિતી પ્રમાણે, આ વર્ષે રાજ્યમાં માત્ર ઉનાળાની સિઝનમાં પાકોની ટકાવારીનો આંકડો 100 ટકાને પાર પહોંચ્યો છે. તાજા રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં ખેતી નિયામકે ખેડૂતો માટે એક ખાસ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી છે, અને આ ગરમીમાં પાકની યોગ્ય જાળવણી અને સાચવણી કરવાની સલાહ આપવામાં આવી છે. આ વર્ષે રાજ્યમાં ઉનાળુ પાકનું 103 ટકા બમ્પર વાવેતર પહોંચ્યુ છે. રાજ્યમાં 11.48 લાખ હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયુ છે. ગુજરાતમાં મગફળી, ડાંગર, બાજરીનું આ વર્ષે 100 ટકા કરતા વધુ વાવેતર થયું છે. આ ઉપરાંત મકાઈ, અડદ સહિત અને પાકોનું 100 ટકાથી વધુ વાવેતર થયું છે. ખેતી નિયામકે ખેડૂતો માટે એડવાઈઝરી જાહેર કરીને ગરમીમાં પાકની યોગ્ય જાળવણી, કાળજી લેવા સલાહ આપી છે.