Tomato Price : રસોઈમાં અનિવાર્ય એવા ટામેટાએ લોકોને રાતા પાણીએ રડાવ્યા છે. સામાન્ય રીતે 10થી 20 રૂપિયે કિલોના ભાવે વેચાતા ટામેટા આજે પેટ્રોલ અને ડીઝલ કરતા તો ક્યાંય આગળ નિકળી ગયા છે. હાલ આખા ભારતમાં ટામેટાના ભાવ આસમાને છે. દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તો ટામેટાંએ બેવડી સદી ફટકારી દીધી છે. 


રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ટામેટા 200 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. જો કે, હવે તમે 200 રૂપિયાના સમાન ટામેટાં 60 રૂપિયા પ્રતિ કિલોમાં ખરીદી શકશો. બસ આ માટે તમારે રોજ સવારે 9 વાગ્યા પહેલા ઉઠવું પડશે.


સસ્તા ભાવે ટમેટા ખરીદવા શું કરવું? 


દેશભરમાં ટામેટાં મોંઘા થતા લોકોને રાહત આપવા માટે કેટલીક રાજ્ય સરકારો મંડીઓમાં સસ્તા ભાવે ટામેટાં વેચી રહી છે. ઉદાહરણ તરીકે, તમિલનાડુમાં સ્ટાલિન સરકાર શાકભાજીના બજારોમાં લોકોને સસ્તા ભાવે ટામેટાં પૂરા પાડી રહી છે. હવે ઉત્તર પ્રદેશમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. હકીકતે ઉત્તર પ્રદેશની ઘણી મંડીઓમાં રાજ્ય કૃષિ ઉત્પાદન બજાર પરિષદ અને મંડી સચિવના સહયોગથી સ્થાપિત દુકાનો પર સામાન્ય ગ્રાહકો માટે સસ્તા ટામેટાંની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, અહીં તમને સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી જ ટામેટાં મળશે.


તમારા શહેરમાં કેવી રીતે મળશે?


હાલમાં આ સમાચાર સાહિબાબાદ મંડીથી આવ્યા છે. પરંતુ આશા છે કે ટૂંક સમયમાં આ સુવિધા સમગ્ર રાજ્યમાં ઉપલબ્ધ થશે. તે ઘણી મંડીઓમાં શરૂ થઈ ગઈ છે, તેથી ઘણા શહેરની નજીકની મંડીમાં જઈને શોધી શકો છો કે ત્યાં પણ આ યોજના ચાલી રહી છે કે નહીં.


ટામેટાં હજુ કેટલા દિવસ મોંઘા રહેશે?


ટામેટાની મોંઘવારી અંગે નિષ્ણાતો કહે છે કે, આગામી દિવસોમાં તેના ભાવ ઘટશે. કારણ કે, જેવો વરસાદ ઓછો થશે કે તરત જ ટામેટાં બજારમાં આવવા લાગશે. આમ જેમ જેમ બજારમાં પુષ્કળ પ્રમાણમાં ટામેટાં ઠલવાશે તેમ તેમ તેનો પુરવઠો વધશે અને માંગમાં ઘટાડો જોવા મળશે. જેના કારણે ટામેટાંના ભાવમાં ધરખમ ઘટાડો થશે. જો કે, જ્યાં સુધી ભાવ નીચે નહીં આવે ત્યાં સુધી સામાન્ય માણસની થાળીમાંથી ટામેટાની ચટણી ગાયબ રહેશે. છેલ્લા ઘણા દિવસોથી ઘણા ઘરોમાં ટામેટાં આવ્યા જ નથી તેમને રાહત મળશે.


https://t.me/abpasmitaofficial