Vibrant Gujarat Agriculture News:  ગુજરાત પશુપાલન ક્ષેત્ર ભારતનું જ નહિં, પરંતુ સમગ્ર એશિયાનું રોલ-મોડેલ છે. આ ક્ષેત્રએ પશુપાલકોને માત્ર આજીવિકા જ નથી પૂરી પાડી, પણ પશુપાલકોને આર્થિક સમૃદ્ધિના શીખરે પહોંચાડ્યા છે. ત્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તેને કેવી રીતે બળ પુરુ પાડે છે, આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં...



ગુજરાતમાં વિકાસ પામતું ડેરી ક્ષેત્ર ઘણા લોકો માટે માત્ર આજીવિકાનું સાધન નથી, પણ સમૃદ્ધિનું પ્રતીક પણ છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની વિચારસરણીને અનુરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં અગ્રેસર છે.


ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ગુજરાત દેશના સર્વાંગી વિકાસ માટે એક રોલ મોડેલ છે. ગુજરાત ડેરી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે હંમેશા આગળ રહ્યું છે. ગ્રામીણ મહિલા પશુપાલકોને એક પ્રકારનું પ્રોત્સાહન મળ્યું છે.દૂધ ઉત્પાદન એ અનેક પરિવારોનો આર્થિક પાયો છે, આ ક્ષેત્રએ ગુજરાતને દેશમાં અગ્રેસર બનાવ્યું છે.

ખેતીની કુદરતી પરંપરાઓ અને અત્યાધુનિક ટેકનોલોજીના સંયોજનને કારણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 બાગાયત અને પશુપાલન ક્ષેત્ર રાજ્યની ઝડપી વૃદ્ધિ પ્રદર્શિત કરશે. આ ક્ષેત્ર અર્થવ્યવસ્થાને ઉત્તેજન નથી આપી રહ્યું, પણ વૈશ્વિક ક્ષેત્રે ગુજરાતની ઓળખ પણ મજબુત બનાવી રહ્યું છે.


ગુજરાતના ખેડૂતોની આવકમાં નવ ગણો વધારો થયોઃ આર.એસ.સોઢી

ગુજરાતનો ડેરી ઉદ્યોગ હવે રૂ. 1 લાખ કરોડનો આંક પાર કરી ચૂક્યો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMF ની વિશ્વ વિખ્યાત અમૂલ બ્રાન્ડ દૈનિક ધોરણે 36 લાખ દૂધ ઉત્પાદકોને 200 કરોડ રૂપિયાની આવક પૂરી પાડે છે.


ભારતીય ડેરી એસોસિએશનના પ્રમુખ આર.એસ.સોઢીના કહેવા મુજબ, ગુજરાતમાં અમૂલની સંગઠિત ડેરીની ખરીદી 30 લાખ હતી, હવે 27 વર્ષ પછી તે નવ ગણી વધીને 270 લાખ થઈ છે. તમે કલ્પના કરો કે, સમગ્ર ભારતમાં દૂધનું ઉત્પાદન ત્રણ ગણું વધ્યું અને ગુજરાતના ખેડૂતોની આવકમાં નવ ગણો વધારો થયો. ગુજરાતના ખેડૂતોની અર્થવ્યવસ્થામાં દરરોજ અંદાજે રૂ. 160 કરોડ જાય છે.
 


પશુપાલનથી મહિને 1 લાખથી વધુની આવક  


પશુપાલક શોભરાજ રબારીના કહેવા મુજબ, અમે બે ગાયોથી શરૂઆત કરી. વાઇબ્રન્ટ ગુજરાત પહેલ જે આપણા પીએમ મોદીએ શરૂ કરી હતી. તેના હેઠળ અમને ઘણી મદદ મળી. તેમાંથી બેથી ચાર, ચારથી પાંચમાં આગળ વધ્યો. હવે મારી પાસે 35 ગાયો છે. મારી આવક 1 લાખ 10 હજાર રૂપિયા છે. અને અમને અમારા દૂધના સારા ભાવ મળી રહ્યા છે. અમને અહીં સરકાર તરફથી સમર્થન મળી રહ્યું છે