અમદાવાદઃ યુવતીને આવવા લાગ્યા સેકસ્યુઅલ ફેવર માટેના કોલ-મેસેજ, તપાસ કરતાં શું થયો ધડાકો?
આ અંગેની વિગતો એવી છે કે, સુરધારા સર્કલ નજીકની જાણીતી સોસાયટીમાં રહેતી અને ખાનગી કંપનીમાં જોબ કરતી પરણીત યુવતીને એનઆરઆઇ અને સ્થાનિકોના 15 હજાર જેટલા ફોન અને વોટ્સએપ મેસેજ આવ્યા હતા અને તેની પાસે અશ્લીલ માંગણીઓ કરવામાં આવતી હતી. આ સીલસલો ચાલું રહેતા પરિણીતાએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીને અચાનક મોબાઇલ ફોન પર સેકસ્યુઅલ ફેવર માટેના ફોન અને મેસેજ આવતાં યુવતી ડઘાઇ ગઈ હતી. ફોન અને મેસેજનો મારો થતાં યુવતીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી સગીર હોવાથી છોડી દીધો હતો.
ક્રાઇમ બ્રાંચે આઈ.પી એડ્રેસને આધારે તપાસ કરતાં પરિણીતા જે સોસાયટીમાં રહેતી હતી, તેની પાડોશમાં જ રહેતા ધનાઢ્ય પરિવારનો ધોરણ-12માં અભ્યાસ કરતા તરુણે આ હરકત કરી હોવાનું સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ આ કૃત્ય કરનાર તરુણની ધરપકડ કરી હતી. જોકે, તે સગીર હોવાથી તેને છોડી મૂક્યો હતો.
યુવતીએ તપાસ કરતાં તેનો નંબર એક વેબસાઇટ પર મૂકી દેવાયો હતો અને તેમાં અશ્લીલ ઓફર નંબર સાથે મુકવામાં આવી હતી. યુવતીએ ફરિયાદ કરી તે દરમિયાન અન્ય એક વેબસાઇટ પર પણ તેનો નંબર મૂકી દેવાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -